મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો રાજકીય વિકાસ થયો છે. સુનેત્રા પવાર ને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય મુંબઈના વર્લીમાં યોજાયેલા Nationalist Congress Party ના નેશનલ કન્વેન્શન 2026માં લેવામાં આવ્યો હતો. સાથે જ પાર્ટીએ પાર્થ પવાર ને રાજ્યસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.
સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવાર બાદ આ પદ સંભાળી રહ્યા છે. અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયા પછી પાર્ટીમાં નેતૃત્વનું ખાલીપું ઊભું થયું હતું. 26 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની સર્વસંમતિથી તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી.
આ પહેલા 31 જાન્યુઆરીએ સુનેત્રા પવાર મહારાષ્ટ્રની ઉપ્ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ રાજ્યના ઇતિહાસમાં આ પદે પહોંચનાર પહેલી મહિલા બની છે. શપથ લેતા પહેલા તેમને પાર્ટીની ધારાસભ્ય દળની નેતા તરીકે પણ સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા. પાર્ટીના વર્કિંગ પ્રેસિડન્ટ પ્રફુલ્લ પટેલ એ મુંબઈમાં યોજાયેલી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી બેઠક બાદ આ જાહેરાત કરી.
પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે રાજ્યસભાની જે સીટ ખાલી થઈ હતી, તે માટે પાર્થ પવારને ઉમેદવાર બનાવવામાં આવ્યા આ સીટ સુનેત્રા પવાર ઉપમુખ्यमंत्री બન્યા બાદ તેમણે રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપતાં ખાલી થઈ હતી.
62 વર્ષની વયે સુનેત્રા પવાર NCPના ત્રીજા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પહેલા શરદ પવાર અને અજિત પવાર આ પદ પર રહી ચૂક્યા છે. સાથે જ તેઓ પાર્ટીની પહેલી મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ ઇતિહાસ રચ્યો છે. પતિના અવસાનના માત્ર ત્રણ દિવસ બાદ તેમણે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી પદની જવાબદારી સંભાળી હતી.
તેમની પસંદગીનું મહત્વ ત્યારે વધુ વધી જાય છે જ્યારે શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP) દ્વારા બંને જૂથોના વિલય માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. યાદ રહે કે 2023માં અજિત પવારે બળવો કરીને એકનાથ શિંદે ની સરકારમાં જોડાયા બાદ પાર્ટીમાં મોટો વિભાજન થયો હતો.
રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ સુનેત્રા પવારે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. ભાવુક સંબોધનમાં તેમણે કહ્યું કે આ પદ માત્ર એક હોદ્દો નથી, પરંતુ લાખો કાર્યકરોની આશા અને સંઘર્ષ સાથે જોડાયેલી મોટી જવાબદારી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે પાર્ટીની વિચારધારા, પરંપરા અને જનસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ સમર્પણથી કામ કરશે.