સુરત (Surat) : બારડોલીની (Bardoli) માલિબા (Maliba) કૉલેજની હોસ્ટેલના ધાબા પરથી પટકાયેલા IT ના વિદ્યાર્થીનું (Student) ટૂંકી સારવાર બાદ મોત (Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ટેરેસ પર ફોન પર વાત કરતી વખતે અકસ્માતે નીચે પડી જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુજલકુમાર નરેશભાઈ પલસાણા (ઉં.વ. 19) નાના વરાછા સીમાડા નાકા નજીક રહે છે. મૂળ અમરેલીના રહેવાસી છે. પિતા એમ્બ્રોડરીના કારખાનેદાર છે. સુજલ પરિવારમાં એક નો એક દિકરો અને એકની એક બહેનનો ભાઈ હતો. ઘટના માલિબા કોલેજ ની હોસ્ટેલની છે. સોમવારના રોજ સુજલ હોસ્ટેલના ધાબા ઉપર ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે અકસ્માતે નીચે પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે ટૂંકી સારવાર બાદ મોતને ભેંટ્યો હતો.