SURAT

પ્રેમીકાના લગ્ન બીજે નક્કી થઈ જતા પ્રેમીએ આવો કાંડ કર્યો, સુરતની ચોંકાવનારી ઘટના

સુરત: સુરતમાં (Surat) પ્રેમીકાના લગ્ન બીજે નક્કી થઈ જતા પ્રેમમાં પાગલ બનેલા પૂર્વ પ્રેમીએ એવી ગંદી હરકત કરી કે પ્રેમીકા અને તેનો પરિવાર શરમમાં મુકાયો હતો. પૂર્વ પ્રેમીની આ કાંડને સહન નહીં કરી શકતા યુવતીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

સચીનના પાલીગામે રહેતા યુવકને તેની પ્રેમીકાના (GirlFriend) લગ્ન (Merriage) અન્ય જગ્યાએ નક્કી થતા યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ (Fake FB Account) બનાવ્યું હતું. અને તેમાં અગાઉના બીભત્સ ફોટા વાયરલ (Pics Viral) કર્યા હતા. યુવતીને બદનામ કરાતા સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • સચીનની યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થતા પ્રેમીએ બીભત્સ ફોટા વાયરલ કર્યા
  • યુવકના બીજી યુવતી સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી યુવતીએ સંબંધ તોડી બીજે લગ્ન નક્કી કર્યા
  • લગ્ન થાય ત્યાં સુધી સંબંધ રાખવા યુવતીએ ઇનકાર કરતા બદલો લેવા પ્રેમીએ આ હરકત કરી

સચીન જીઆઈડીસી પાલી ગામમાં રહેતી 20 વર્ષીય નેહા (નામ બદલ્યું છે) ડાયમંડ પાર્કમાં આવેલી એક કંપનીમાં સિલાઈકામ કરે છે. તેને સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સમીર સરોજ (રહે. પાલીગામ, સચીન, જીઆઈડીસી) ની સામે ફરિયાદ નોંધાવી છે. નેહાને અગાઉ આ સમીર સાથે પ્રેમસંબંધ હતો. ત્યારે તેની સાથે ફોન પર વાતચીત કરતી અને એકબીજા સાથે મોબાઈલમાં ફોટો પણ પાડ્યા હતા. આ સમીરના બીજી છોકરી સાથે પણ પ્રેમસંબંધ હોવાની જાણ થતા નેહાએ સંબંધ તોડી નાખ્યો હતો. સાતેક મહિના પહેલા નેહાના બીજે લગ્ન નક્કી થતા સમીરને જાણ થઈ હતી. સમીરે લગ્ન નહીં થાય ત્યાં સુધી તેની સાથે સંબંધ રાખવા કહ્યું હતું. પરંતુ નેહાએ આ માટે ઇનકાર કરતા તેનો બદલો લેવા માટે બોગસ ફેસબુક આઈડી બનાવી હતી. અને તેની ઉપર અગાઉના તેમના સાથેના બીભત્સ ફોટો વાયરલ કરી દીધા હતા. તથા બીભત્સ પોસ્ટ પણ અપલોડ કરી હતી અને યુવતીને બદનામ કરી હતી. આ વાતની જાણ થતા યુવતીએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top