Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 293 કેસ : 6ના મોત

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 300ની અંદર આવી ગઈ છે. ગુરૂવારે રાજ્યમાં નવા 293 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,018 પર પહોંચ્યો છે.ગુરૂવારે 770 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ મનપામાં 2, સુરત મનપા-ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, ભાવનગર મનપામાં 1-1- કુલ 6 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,018 થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટીને 7,749, થઈ છે. 203 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 7,546 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 47, સુરત મનપામાં 48, વડોદરા મનપામાં 15, રાજકોટ મનપામાં 18, ગાંધીનગર મનપામાં 01, જામનગર મનપામાં 05 અને જૂનાગઢ મનપામાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 18, વડોદરા ગ્રામ્યમાં 11, જૂનાગઢ ગ્રામ્યમાં 13, ભરૂચમાં 09, રાજકોટ ગ્રામ્યમાં 01, વલસાડમાં 08, અમરેલીમાં 03, નવા કેસ નોંધાયા છે.

વધુ 2,52,543 વ્યક્તિઓને રસી આપવામાં આવી

964 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ, અને 3,001ને બીજો ડોઝ, તેવી જ રીતે 18 થી 45 વર્ષ સુધીના 1,80,199 વ્યક્તિઓનો પ્રથમ ડોઝ અને 2,508ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 36,377 વ્યક્તિને પ્રથમ ડોઝ, 29,494ને બીજો ડોઝ મળી કુલ 2,52,543 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,12,92,259 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top