Gujarat

રાજ્યની મેડિકલ ઓક્સિજનની ક્ષમતા ૧૮૦૦ મેટ્રિક ટન લઈ જવાશે : રૂપાણી

અમદાવાદ – ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એક લાખથી વધુ કોવિડ દર્દીઓએ સારવાર લીધી છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનના અભાવે કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતે કોરાનાની બન્ને લહેરનો મક્કમતાથી મુકાબલો કર્યો છે અને હવે આપણે સંભવિત ત્રીજી લહેર માટે પણ સજ્જ બની રહ્યા છીએ. રાજ્ય સરકારે કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે અને તે માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે તેમણે જણાવ્યું હતુ સરકારે પી.એસ.એ. પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન સિલિન્ડર, પરિવહન વ્યવસ્થા વિગેરેમાં આવશ્યક વૃદ્ધિ કરી રાજ્યની મેડિકલ ઓક્સિજનની ક્ષમતા 1100 મે.ટનથી ૧૮૦૦ મેટ્રિક ટન લઈ જવા નિર્ણય કર્યો છે. SGVP અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારની કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર અંગેની કામગીરીની સરાહના કરી હતી.

Most Popular

To Top