Entertainment

શીખાને પાતળા તો નથી જ થવું

ફિલ્મોમાં જાડા શરીરવાળી અભિનેત્રી હોય તેણે કોમેડી જ કરવાની હોય એવું ટૂનટૂન, મનોરમાથી આપણે સમજયા છીએ પણ શીખા તલસાણીયા જાડા શરીરવાળી જ છે પણ કોમેડી માટે જાણીતી નથી. બાકી તેના પિતા ટીકુ તલસાણીયા તો કોમેડી માટે પણ જાણીતા રહ્યા. શીખામાં જાણે કે અંદરની એક જીદ છે બાકી આજે પાતળા થવું મુશ્કેલ નથી. શીખા બોડીને પોઝીટિવલી લેવાનું સમજાવે છે. જાડા હો એટલે કામથી ગયા યા અમુક કામ માટે જ નક્કી થઇ ગયા એવું નથી. અભિનયના ક્ષેત્ર હો તો ફકત શરીર જ અગત્યનું નથી હોતુન. પ્રતિભા પર વિશ્વાસ રાખો ને જે કરો તે અંદરની પ્રતિતિ સાથે કરો. ‘વેક અપ સીડ’થી કારકિર્દી શરૂ કરનાર શીખાની ‘જહાં ચાર યાર’ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

જેમાં સ્વરા ભાસ્કર, મહેર વિજય, પૂજા ચોપરાની ચોથી સયાર’ શીખા છે. શીખાએ ‘દિલ તો બચ્ચા હે જી’, ‘કુલી નંબર વન’, ‘વીરે દી વેડિંગ’, ‘માય ફ્રેન્ડ પિન્ટો’ વગેરેથી પોતાની સ્પષ્ટ ઓળખ ઊભી કરી છે. તેની ભૂમિકાઓમાન સ્ત્રીને પોતાની રીતે ઓળખ મળે તેવો આગ્રહ છે. તેણે ‘લેડીઝ રૂમ’ નામની ટીવી મીની શ્રેણીમાં કરેલી ભૂમિકામાં આજ વલણ જણાશે. પછી ‘ઓફિસીયલ ચુકયાગિરી’માં તે શીલા બની હતી. ટી.વી. શ્રેણીઓ જરૂર કરે પણ પોતાને વિષય સારો લાગે, પાત્ર સારું લાગે તો જ તૈયાર થાય. બાકી તે ‘તારા વર્સિસ’ નામની શોર્ટ ફિલ્મમાં પણ હતી અને સિન્ટરનેટ અફેર્સ’ નામની ટી.વી. ફિલ્મમાં પણ કામ કર્યું છે.

હમણાં ગયા વર્ષે તેની ‘શાંતિ ક્રાંતિ’ ટી.વી. શ્રેણી આવેલી જેમાં તે નેહાના પાત્રમાન હતી. શીખા જે ફિલ્મ, ટી.વી. શ્રેણીમાં કામ કરે તેમાં તને કોઇ અલગ મુદ્દો જરૂર જોવા મળશે. ‘જહાં ચાર યાર’ એવા જ મુદ્દા વાળી ફિલ્મ છે. એ જે કહેવા માંગે યા કરવા માંગે છે તે અભિનય વડે જ કહેવા કરશે. અત્યારે ‘જહાં ચાર યાર’ ફિલ્મ રજૂ થશે પછી તેની પાસે ફિલ્મ નથી. જે છે તે વાતચીતના સ્તરે છે. તે બ્હાવરી બની સફળતા માટે દોડતી નથી. બસ, તે પોતાના આગ્રહો જાળવે છે ને સ્વમાનપૂર્વક કામ કરે છે. •

Most Popular

To Top