SURAT

શિવસેનાના વધુ 4 સભ્યોને ચાર્ટર પ્લેન દ્વારા સુરતથી ગુવાહાટી મોકલી દેવાયા

સુરત: (Surat) મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની (Udhdhav Thakrey) સરકારને ઉઠલાવી પાડવા માટે એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં મંગળવારે શિવસેનાના (Shivsena) 32 ધારાસભ્યો સુરત આવ્યા હતા, તેમાં હવે ઉમેરો થયો છે. આજે મુંબઈથી યોગેશ કદમ (Yogesh Kadam) સહિત વધુ 5 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. આ ત્રણેયને પણ સુરતથી ગુવાહાટી (Guwahati) મોકલવાનો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આજે બુધવારે નીતિન દેશમુખ (Nitin Deshmukh) નાગપુર પરત જતા રહ્યાં છે. આ સાથેજ મળતી માહિતી મુજબ વધુ 4 ધારાસભ્યોને ચાર્ટર પ્લેન દ્વારા સુરતથી ગુવાહાટી મોકલી દેવાયા છે.

  • રામદાસ કદમના પુત્ર યોગેશ કદમ દાપોલીના ધારાસભ્ય
  • લાંબા સમયથી શિવસેના દ્વારા સાઈડલાઈન કરાતા દુ:ખી હતા
  • સુરતથી ગુવાહાટી મોકલવામાં આવશે, ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધી

આ અગાઉ મંગળવારે શિવસેનાના મંત્રી એકનાથ શિંદે 32 ધારાસભ્યોને લઈ સુરત આવી પહોંચ્યા હતા, અહીંથી તેઓ અડધી રાત્રે ફ્લાઈટમાં ગુવાહાટી જવા રવાના થયા હતા. આ ઉપરાંત અપક્ષના ધારાસભ્યો મળી કુલ 46 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે હોવાનો દાવો કરાયો હતો, તેમાંથી એક નીતિન દેશમુખ બળવાખોરોની ટુકડી છોડી નાગપુર જવા રવાના થઈ ગયા હતા. તો બીજી તરફ મુંબઈથી શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સુરત આવ્યા છે. બપોરે 3 આવ્યા હતા અને પછી મોડી સાંજે વધુ બે ધારાસભ્યો સુરત આવ્યા હતા. આમ શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે.

આ પહેલાં એવી વાત વહેતી થઈ હતી કે યોગેશ કદમ મુંબઈથી ગુવાહાટી જવા રવાના થયા છે પરંતુ તેઓ આજે સુરત આવી ગયા હતા. બળવાખોર એકનાથ શિંદે સાથે કોંકણના એક પણ ધારાસભ્ય જોડાયા નહીં હોવાની ચર્ચા હતી પરંતુ દાપોલીના ધારાસભ્ય યોગેશ કદમ સુરત આવતા તે અટકળો અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. યોગેશ કદમે પણ શિવસેના સામે વિરોધનો સૂર આલાપ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. યોગેશ કદમ અને તેમના પિતા રામદાસ કદમને પાર્ટીથી લાંબા સમયથી હાંસિયામાં ધકેલી દેવાયા હતા. અનેક પ્રસંગોએ યોગેશ કદમને સાઈડલાઈન કરાયા હતા. દરમિયાન ગયા મહિને એકનાથ શિંદે દાપોલી ગયા હતા, અને તેઓ યોગેશ કદમ તથા રામદાસ કદમને મળ્યા હતા અને તેમને પીઠબળ આપ્યુ હતું. 

Most Popular

To Top