Charchapatra

મહિલા અનામત, પોસ્ટ ડેટેડ ચેક?

મહિલા અનામત ખરડો સંસદનાં બંને ગૃહોએ સરળતાથી પસાર કરતાં, દેશભરમાં ખાસ કરી ભાજપ મહિલા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. પરંતુ સુપ્રિયા નામનાં મહિલા સાંસદે કહ્યું કે મહિલા અનામત પોસ્ટ ડેટેડ ચેક છે. તેમનું આ વિધાન વાસ્તવિકતાની વધુ નજીક જણાય છે. તેનું કારણ એ છે કે મહિલા અનામતનો પોસ્ટ ડેટેડ ચેક છે. તેમનું આ વિધાન વાસ્તવિકતાની વધુ નજીક જણાય છે. તેનું કારણ એ છે કે મહિલા અનામતનો અમલ સીમાંકન અને વસ્તીગણતરીના ત્યાર પછી એક બે વર્ષે પ્રગટ થનાર આંકડાઓ પર આધારિત છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પ્રક્રિયા પૂરી થતાં સુધીમાં 2029 લોકસભા ચૂંટણી આવી પહોંચશે.

તેનો અર્થ એ થયો કે મહિલા અનામતનો અમલ કદાચ 2029માં સંભવ નથી. જો લોકડાઉન અને નોટબંધી જેવી દૂરગામી અસરો ઉપજાવનારા એકપક્ષીય કડક નિર્ણયો રાતોરાત ખૂબ જ ટૂંક નોટીસથી લાગુ કરી શકાતા હોય, તો નવે.માં કેટલાંક રાજ્યોની થનાર ચૂંટણી અને 2024 લોકસભા ચૂંટણીમાં લાગુ કરવામાં શો વાંધો આવે તે સમજી શકાતું નથી. કમ સે કમ મહિલા અનામત લાગુ કરવા માટે કોઈ સમયમર્યાદા નિશ્ચિત થવી જોઈતી હતી. તેનો અમલ આ રીતે અધ્ધરતાલ રાખવાનો કોઈ અર્થ નથી. આ તો દડો રમતના મેદાનમાં ઉતાર્યો છે. પરંતુ ખેલવાની આપણી તૈયારી ન હોવા બરાબર છે.
પાલનપુર  – અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સીટી બસથી થતાં જીવલેણ અકસ્માતો રોકાશે કે નહીં?
બે ત્રણ દિવસ પહેલાં વર્તમાનપત્રમાં સમાચાર આવ્યા તે પ્રમાણે મકાઈપુલ વિવેકાનંદ સર્કલ પાસે સીટી બસે એક ભિક્ષુકને અડફેટે લઇ એનું મોત નિપજાવ્યું. થોડાં મહિના પહેલાં આ જ સ્થળે એક જૈન સાધ્વીજીનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું. જ્યારથી મેટ્રોના કામને કારણે બસ સ્ટોપને અહીં ખસેડવામાં આવ્યું છે ત્યારથી અહીં ખૂબ જ ટ્રાફિકની અરાજકતા પ્રર્વતે છે. આ સ્થળે દિવસ દરમ્યાન ખૂબ જ ટ્રાફિક રહેતો હોવા છતાં એસએમસી તરફથી બસના ડ્રાઈવરોને યોગ્ય સૂચના અપાઈ નથી તેમજ કોઈ નિયંત્રણ તેઓ પર ન હોવાને કારણે અહીં અકસ્માત થાય છે અને હજુ વધુ અકસ્માત થશે જ એવી પૂરી શક્યતા છે. માટે ‘મનપા’બસને ઊભી રાખવા માટે કોઈ કડક નિયમો કરે અને ડ્રાઈવરો ઉપર કડક પગલાં લે તે જરૂરી છે.

 પોલીસ ખાતા તરફથી આ અંગે એસએમસીને કોઈ સૂચના આપવામાં આવી નહિ જ હોય એમ માની શકાય નહિ. પરંતુ એસએમસીની બેપરવાહી તેમજ આ વિસ્તારના કોર્પોરેટની શિથિલતાનો આ પુરાવો છે. અહીં આવેલ હોડી સર્કલ પાસે જે બસ ઊભી રાખવામાં આવે છે તે તાત્કાલિક બંધ થાય એ જરૂરી છે. કારણ અહીં બસ પાર્ક હોવાથી વિઝનનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. સર્કલ તરફથી અને તરણકુંડ તરફના ખૂણેથી વળાંક લેતાં વાહનચાલક કોઈ એકબીજાનાં વાહનો જોઈ શકતાં નથી. શહેરનો દરેક નાગરિકો જાણે છે કે સીટી બસ મારફત વારંવાર અકસ્માતો શહેરમાં થતા રહે છે, માટે ડ્રાઈવરોની વાહન હાંકવા માટેની યોગ્યતા છે કે નહિ એ ‘મનપા’ ધ્યાન આપે.
સુરત     – પ્રદીપ આર. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top