મોદીએ પીછેહઠ કેમ કરી?

Sanjaya Baru | A mantra for all strategic pacts: 'Trust, but verify'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 19 મી નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી. ગયા વર્ષની તા. 26 મી નવેમ્બરથી મોટે ભાગે હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હીની સીમાએ આ કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા હતા. ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (એકવાયરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ એન્ડ પ્રાઇસ એસ્યોરંસ એન્ડ ફાર્મ સર્વિસીઝ એકટ 2020 તેમજ ધી એસેન્શ્યલ કોમોડિટીઝ (એમેન્ટમેન્ટ) એકટ 2020 ના નામના આ કાયદાઓની યાત્રા તા. 5 જૂન 2020 થી શરૂ થઇ હતી. જયારે ભારતના રાષ્ટ્રપ્રમુખે આ કાયદાઓ પૂર્વે ત્રણ વટહુકમ બહાર પાડયા હતા. સપ્ટેમ્બર 2020 માં સંસદે આ ત્રણેના કાયદા પસાર કરતાં વટહુકમનું સ્થાન કાયદાઓએ લીધું પણ આ કાયદાઓના અમલ સામે સુપ્રીમ કોર્ટે તા. 12 જાન્યુઆરી, 2021 ના રોજ મનાઇ ફરમાવતા તેનો અમલ અટકી ગયો અને ખરેખર તો આ કાયદા માત્ર 221 દિવસ જ અમલી રહ્યા.

આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરવા માટે મોદીએ ગુરુનાનક જયંતી પસંદ કરી તેના કારણે ઘણાં સંભવિત કારણો રજૂ કરવામાં આવ્યાં. તેમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાઓની આગામી ચૂંટણીથી ખાલીસ્તાની અલગતાવાદ સામે રાષ્ટ્રીય સુરક્ષા સહિતનાં કારણો વગેરેનો સમાવેશ થાય છે. પણ મોદીએ જે કંઇ કર્યું તે સાચું હતું કે નહીં તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. ઘણાં લોકો માને છે કે મોદીનો આ સૌથી ખરાબ નિર્ણય છે. મોદી નબળા, બિનઅસરકારક લાગે છે અને આર્થિક સુધારાની સોનેરી તક ગુમાવી બેઠા હોય તેમ લાગે છે. આ પગલામાં ખેતીવાડી ક્ષેત્રને શકિતશાળી દલાલોની સામંતશાહીમાંથી મુકત કરવાની તાકાત હતી. જે ક્ષેત્રમાં છેક આઝાદી કાળથી કોઇ અર્થપૂર્ણ સુધારા હાથ ધરાયા ન હતા તે એક સૌથી દુષ્કર ક્ષેત્રમાં સ્થાપિત હિતો સામે ટક્કર લેવાની નૈતિક હિંમત બતાવવા બદલ મોદીની આ કાયદા દાખલ કરતી વખતે વાહવાહ થતી હતી. તેમના સુધારા તરફી ટેકેદારો સ્વાભાવિક રીતે વ્યથિત છે.

તેઓ પૂછે છે કે લોકસભામાં 300 થી વધુ બેઠકો ધરાવનાર પક્ષ સત્તા ગુમાવી દેવાનો ડર અનુભવતા થોડા લોકોના વાંધાથી દેશ માટે સારો હેતુ સિધ્ધ નહીં કરી શકે તો લોકશાહી રાજકીય તંત્રને ‘હાઇજેક’ થવા દેવામાં આવ્યું છે એવું સ્પષ્ટ લાગે છે. આ કાયદાનું ધ્યેય સરેરાશ ખેડૂતો માટે મુકત બજારની પસંદગી લાવવાનું હતું. રાજયની ખેતીવાડી પેદાશની બજાર  સમિતિના કાયદા હેઠળ રચાયેલા બજારની બહાર નાના ખેડૂતોને રાજયમાં કે અન્ય રાજયમાં પોતાની ખેત પેદાશ બજારભાવે વેચવાની તક મળવાની હતી. પોતાનું ગુમાન ગળી જઇ કાયદા પાછો ખેંચી લેવાના મોદીના પગલાંથી આંદોલનકારી ખેડૂતોનાં જૂથોને વધુ જોમ મળી ગયું છે.

આ જૂથોએ હવે સરકાર સમક્ષ નવી માંગણીઓ મૂકી છે, જેમાં ટેકાના લઘુતમ ભાવની વ્યવસ્થાનો કાયદો કરવાની પણ માંગણી છે, આ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરતી વખતે મોદીએ કહ્યું હતું કે ઘણા ખેડૂતો સુધારાથી રાજી છે અને અમે તેમના ઋણી છીએ. અમે ખેડૂતોના હિતમાં સુધારા લાવ્યા હતા પણ દેશના હિતમાં તે પાછા ખેંચાઇ રહ્યા છે. આ ટકોરથી મોદી શું કહેવા માંગે છે? એવું કહેવાય છે કે ગમે તેટલા સારા ઇરાદાવાળા પણ તેનો પંજાબમાં ખાલીસ્તાન અલગતાવાદને પ્રોત્સાહન આપવા સ્થાપિત હિતો ઉપયોગ કરતા હતા. મોદીને જાસૂસી હેવાલો મળતા રહેતા હતા કે પંજાબમાં 1984 પહેલાંના સમય જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી હતી. શીખ ઉદ્દામવાદને નવેસરથી ટેકો મળી રહ્યો હતો. કેટલાક સ્થાપિત હિતો શીખોના ધાર્મિક પર્યાવરણને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા કે આ ખેતી કાયદાઓનો હેતુ શીખ ધર્મને નબળો પાડવાનો છે.

પંજાબમાં શીખોના વર્ચસ્વ હેઠળનાં ગામડાંઓમાં મોદી તિરસ્કારનું પાત્ર બની ગયા હતા, ખાલીસ્તાનના વિચારને ટેકો આપતા આ સ્થાપિત હિતો કેનેડા અને બ્રિટનનાં દૂરનાં કેન્દ્રોમાંથી દોરીસંચાર કરતા હતા. મોદીને કદાચ લાગ્યું હશે કે મારી છબી અને પ્રતિષ્ઠા કરતાં દેશની સુરક્ષા વધુ મહત્ત્વની છે. આ ખેતીસુધારા તો જુદાં જુદાં રાજયો અન્ય રીતે હંમેશા લાવી શકે છે. મોદીને લાગ્યું કે આ ત્રણે ખેતી કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી પોતે સાચું કામ કરી રહ્યા છે જેથી ખાલીસ્તાન તરફી બળોને શકિત નહીં મળે. ઓપરેશન બ્લ્યૂસ્ટાર જેવા કમનસીબ બનાવો સુધી દોરી ગયેલી ઇંદિરા ગાંધીએ કરેલી ભૂલોનું તેઓ પુનરાવર્તન કરવા માંગતા ન હતા. ઇંદિરાને તો પોતાનો જીવ આપી કિંમત ચૂકવવી પડી હતી.

શીખ સમાજ સ્થાપિત હિતો દ્વારા ફેલાવેલા ડર સામે ખૂબ સંવેદનશીલ છે. તેઓ સ્વભાવે સંવેદનશીલ છે. ભારતના ખેતી કાયદાઓ બજાર અર્થતંત્રના સિધ્ધાંતો મુજબ ભારતના કૃષિ ક્ષેત્રને ફરીથી ગોઠવવા માંગતા હતા, તેમના ડરને જે રીતે કાયદા ઘડવામાં આવ્યા તે રીતનો હાઉ બતાવી ભડકાવવામાં આવતો હતો. આ કાયદાઓ વટહુકમથી દાખલ કરી રાજયોની સાથે સલાહ મસલત કર્યા વગર સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા.

લોકશાહીમાં છૂટછાટ એ કંઇ ખરાબ બાબત નથી. આ છૂટછાટ એટલે સતત મંત્રણા પણ તે માત્ર રાજકીય બાબત જ નહીં બની રહેવી જોઇએ. આ કાયદા પાછા ખેંચાયા તેનાથી કૃષિ ક્ષેત્રમાં સુધારાની તાકીદ ખતમ નથી થઇ જતી જેમાં ટેકાના લઘુતમ ભાવનું પ્રોત્સાહક તંત્ર ગોઠવાય અને પર્યાવરણીય પડતર વધે નહીં. મોદીનું પગલું આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ચોક્કસપણે રાજકીય સંવાદિતા લાવશે. ખેતીના કાયદા સામેના આક્રોશનો ગણનાપાત્ર લાભ લણી લેવા માટે કોંગ્રેસ સહિતનો સમગ્ર વિરોધ પક્ષ તલપાપડ હતો.

સુધારાના મહત્ત્વના પગલામાં મોદીએ પીછેહઠ કરી હોય તેવો આ પહેલો કિસ્સો નથી. મોદીના વડા પ્રધાનપદની પહેલી મુદતમાં 2013 માં જમીન પ્રાપ્તિ અને પુનર્વાસના કાયદામાં વાજબી વળતર અને પારદર્શિતા માટે લવાયેલો વટહુકમ વિરોધ થયા પછી પાછો ખેંચાયો હતો. હકીકતમાં મોદીએ 2015 માં મન કી બાતમાં આ વટહુકમ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી અને રાજકીય પક્ષો તેનો કોઇ પણ રાજકીય લાભ લેવામાં નિષ્ફળ ગયા હતા. હકીકતમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પોતાનો સૌથી ભૂંડો દેખાવ કર્યો હતો. પાંચ વર્ષ પછી પાછી એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts