National

તમારી પાસે ડ્રગ્સ, ગાંજો, ભાંગ સહિતના નશીલા પદાર્થો મળે તો પોલીસ પકડશે નહીં: કેન્દ્રની મોદી સરકાર સંસદમાં આ બિલ લાવી રહી છે

તમારી પાસે ડ્રગ્સ (Drugs), ગાંજો મળી આવે તો પોલીસ (Police) પકડશે નહીં. આ કોઈ કલ્પના નથી. ટૂંક સમયમાં ઉપરોક્ત વાક્ય હકીકત બનવા જઈ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ચાલુ શિયાળુ સત્રમાં (Winter Session) એક એવું બિલ લાવવા જઈ રહી છે જેથી ભારતીય નાગરિકો (Indians) પાસે ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો મળી આવે તો તે ગુનાની શ્રેણીમાં ગણવામાં આવશે નહીં. ચોક્કસપણે નશીલા પદાર્થોની એક માત્રા નક્કી કરવામાં આવશે. હાલમાં આ અંગે કશું કહી શકાય તેમ નથી, પરંતુ NCB ના અધિકારીઓ અને ટોચના મંત્રીઓની એક બેઠક આ વિષય પર ચર્ચા કરવા માટે મળનારી છે, જેમાં બિલ (Bill) અંગે ગહન વિચારણા કર્યા બાદ કાયદા-નિયમ બનાવવામાં આવશે.

ટોચના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બિલનો ડ્રાફ્ટ (Draft) તૈયાર થઈ ગયો છે. મોટા ભાગે તેમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે ઓછી માત્રામાં ગાંજો, ભાંગ સહિતના નશીલા પદાર્થો મળે તો ગુનો માનવામાં આવશે નહીં. સરકારનું એવું સૂચન છે કે કાયદાથી નશાની લતમાં ગયેલા લોકોને સુધારવાની એક તક મળી શકે છે. આ બિલ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક મળનારી છે. જેમાં નાર્કોટીસ કંટ્રોલ બ્યૂરો ઉપરાંત અનેક મંત્રાલયના અધિકારીઓ જોડાશે. નાર્કોટીક્સ ડ્રગ્સ સાઈકોટ્રોપીક સબ્સટેન્સેજ (NDPS) બિલ 2021 હેઠળ નશીલા પદાર્થોના ખાનગી ઉપયોગને ગુનાના દાયરાની બહાર રાખવામાં આવશે. આ માટે 1985ના કાયદાની કલમ 15, 18, 18, 20, 21 અને 22માં સંશોધન કરી તેમાં આવશ્યક ફેરફારો કરવામાં આવશે.

નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર (Super Star) શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં (Drugs Case) પકડી તેની સામે કેસ (Case) ચલાવવામાં આવ્યો હતો. ભારત સહિત વિશ્વભરમાં આ કેસે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ડ્રગ્સ સંબંધિત કાયદાઓમાં ફેરફાર કરવા માટે માંગ ઉઠી હતી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિત અનેક સેલિબ્રિટીઓએ કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી હતી, જેથી ડ્રગ્સના રવાડે ચઢેલા લોકોને સુધારવાની તક મળે.

નાર્કો એક્ટમાં ફેરફારથી શું થશે?

નાર્કો બિલમાં (Narco Bill) ડ્રગ્સ રાખવા, ખાનગી રીતે ઉપભોગ કરવા અને વેચવામાં અંતર રાખવામાં આવશે. જેને વેચવું ગુનો માનવામાં આવશે. પરંતુ બહુ ઓછી માત્રામાં રાખવા અને ખાનગી ઉપભોગને ગુનાના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ડ્ર્ગ્સને ગુનો ન માનવામાં આવે. એક આવી જ તર્કસંગત નીતિ તરફ વધવામાં મહત્વપૂર્ણ પગલુ છે. જે વિજ્ઞાન અને જન સ્વાસ્થ્યને દંડ અને કેદની પહેલા રાખે છે.

Most Popular

To Top