Dakshin Gujarat

વાપીમાં યુવક-યુવતીના અફેરની શંકામાં બે પરિવારો લાકડાના ફટકા લઈ એકબીજા પર તૂટી પડ્યા

વાપી: (Vapi) વાપી તાલુકાના લવાછા ગામમાં આંગણવાડી કેન્દ્રની પાછળ બે પરિવાર વચ્ચે યુવક-યુવતીના અફેર (Love Affair) બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં એકબીજાને લાકડાના ફટકા મારી (Hit) બે રીક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હોવાની સામસામી ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં (Police Station) નોંધાઈ છે.

એક ફરિયાદ સોનુકુમાર સુધીરભાઈ પ્રસાદે આપી છે. જેમાં આરોપી તરીકે રામપ્રવેશ લખનપ્રસાદ યાદવ, અંજય લખનપ્રસાદ યાદવ તથા ગણેશ જગન્નાથ યાદવ સામે લાકડાના ફટકા માર્યા હોવાનું જણાવ્યું છે. તેમજ બે રીક્ષાના કાચ પણ લાકડાના ફટકા મારી તોડી નાંખ્યા હોવાનું જણાવ્યું છે. ફરિયાદીના ભાઈ મોનુકુમારનું સામેવાળાની ભત્રીજી સાથે અફેર હોવાનું જણાવી મારામારી કરી હોવાનું જણાવ્યું છે. જ્યારે બીજી સામી ફરિયાદમાં બ્રજેશ લખ્ખન પ્રસાદની ફરિયાદને આધારે ડુંગરા પોલીસે સુધીરભાઈ પ્રસાદ, શીવકુમાર સુધીરભાઈ પ્રસાદ, સોનુકુમાર પ્રસાદ તથા મોનુકુમાર સુધીરભાઈ પ્રસાદને આરોપી તરીકે રાખીને ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં બતાવ્યા પ્રમાણે જ્યારે આરોપીઓના ઘરે જઈને પૂછયું કે મારી છોકરી સાથે મોનુકુમારનું શું ચાલે છે ? ત્યારે આરોપીઓએ લાકડાના ફટકા મારી માર માર્યો હોવાનું દર્શાવ્યું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

ધરમપુરના બિલ્ધા ગામની યુવતીને ચાર શખ્સો કારમાં અપહરણ કરી ગયા
સુરત : ધરમપુરના બિલ્ધા ગામની યુવતીને રાત્રે ચાર શખ્સો ઈકો કારમાં ઉઠાવી લઈ જઈ અપહરણ કરી નાસી છુટતા ચકચાર મચી જવા પામી હતી. ધરમપુર તાલુકાના બિલ્ધા ગામના મોટા માળફળીયા ખાતે રહેતાં શુક્કર બારકીયા ચૌધરીના ઘર પાસે આવેલી દુકાન નજીક યુવતી કાન્તાબેન બેઠી હતી. ત્યારે દુકાન પાસે ઈકો કાર આવી હતી. જેમાંથી ચાર શખ્સોએ નીચે ઉતરી એક શખ્સ ભીનુ જીવલ રાઉતે કાન્તાબેન પાસે આવી ખભા તથા શરીર પર લાકડાના ફટકા માર્યા હતાં.

બાદમાં કાન્તાબેનને કારમાં બેસાડી દેતા ગામના રોહિત ભાઈએ બુમાબુમ કરી કારની પાછળ દોટ મૂકતાં ચારેય શખ્સ ભીનુ જીવલ રાઉત, ઇશ્વર ભીનુ રાઉત, જયોતિષ ભીનુ રાઉત તેમજ યશવંત નવલ રાઉત (તમામ રહે. રંગતવેરી તા. સુરગાણા જી.નાશિક મહારાષ્ટ્ર)એ રોહિતભાઈને લાકડાનો ફટકો મારી ફેંકી દીધા હતા અને કાંતાબેનનું અપહરણ કરી અપહરણકારોએ પોતાની કાર હનમતમાળ તરફ હંકારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની ફરિયાદ શુકકર બારકીયાએ ધરમપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top