Entertainment

કિંગખાન માટે લોકો દિવાના: અડધી રાત્રિના પઠાનના શો થયા હાઉસ ફૂલ, બીજી તરફ એક ફેને કહ્યું કીડની વેચીને…

નવી દિલ્હી: 4 વર્ષના લાંબા સમયગાળા પછી ફરીએકવાર બોલિવુડના કિંગખાન એટલે કે શાહરુખ ખાને સિલ્વર સ્ક્રીન ઉપર પઠાનના રુપમાં આવી જોરદાર એન્ટ્રી મારી છે. લોકોની આશા ઉપર પઠાન સફળ ઉપરી છે એટલે કે લોકોનું માનવું હતું કે વર્ષ 2022નું વર્ષ બોલિવુડ માટે ગમે તેવું હોય પણ કિંગખાનની એન્ટ્રીથી હવે આ નવો માહોલ ઉભો થશે. પઠાન જોવા માટે સિનેમાધરોની બહાર શાહરુખના ચાહકોએ લાંબી લાઈન લગાડી છે. એક ફેનનું કહેવું છે કે તે કિંગખાનનો એટલો મોટો ફેન છે કે તે પોતાની કિડની વેચીને પણ તેઓની ફિલ્મ જોવા જશે.

આ ફિલ્મ એક મોટો ઈતિહાસ રચ્યો છે. જાણકારી મુજબ બોલિવૂડના ઈતિહાસમાં ધણાં સમય પછી એવો માહોલ ઉભો થયો છે કે થીયેટરોમાં નાઈટ શો શરૂ કરવામાં આવ્યાં હોય. કિંગ ખાનની પઠાન જોવા માટે YRF મેકર્સે લેટ નાઈટ શો શરૂ કર્યા છે. આ સાથે બીજા દિવસના સવારના જલ્દી શો પણ શરૂ કર્યા છે. એવું કહી શકાય કે 26 જાન્યુઆરીની રજા ગણતંત્ર દિવસની ઉજવણી પછી લોકો પઠાનને જોઈને કરશે. પઠાનને દેશભરમાં 8000 સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવી છે. દિવસ સાથે રાતના શો પણ ફૂલ છે. પહેલા જ દિવસની વાત કરીએ તો આ ફિલ્મે બપોરે 3 વાગ્યા સુધી લગભગ 20 કરોડ જેટલી કમાણી કરી છે.

જો કે બુધવારનો દિવસ ફેન્સ માટે મોટો હતો. એક તરફ સવારે જ્યારે પઠાન રીલિઝ થઈ તો બીજી તરફ સલમાન ખાને કિસી કા ભાઈ કિસી કી જાનનું ટીઝર લોન્ચ કર્યું હતું.

ગુજરાતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સિનેમાગૃહોમાં પઠાણ ફિલ્મ રજૂ થઇ
અમદાવાદ : બોલીવુડના બાદશાહ શાહરૂખખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની સાથે જ ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. અમદાવાદમાં સિનેમાઘરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના તમામ શો- હાઉસફુલ થયાં હતાં.

અમદાવાદ શહેરના સિનેમાગૃહોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ થઈ હતી, સાથે જ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ થિયેટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે આજે સમગ્ર શહેરમાં પઠાણ ફિલ્મને લઈ કોઈ વિરોધ કે હોબાળો જોવા મળ્યો ન હતો.

થોડાક દિવસો પહેલા કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા એક થિયેટરમાં પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં રીલીઝ નહી થવા દેવીની ધમકી આપી હતી, પંરતુ આજે કોઈપણ હિન્દુ સંગઠનોએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હોય તેવું જોવા મળ્યું ન હતું.

Most Popular

To Top