SURAT

સ્પામાં મસાજના નામે દેહવેપાર માટે છોકરીઓ સપ્લાય કરનાર સુરતના દલાલને પોલીસે દબોચ્યો

સુરત: (Surat) સિટી લાઈટ ખાતે હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં(Spa) છોકરીઓ સપ્લાય કરનાર દલાલને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપીએ આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં (Court) અરજી કરી હતી. પરંતુ ઓર્ડર આવે તે પહેલા જ એસઓજીએ ઝડપી પાડી ઉમરા પોલીસને સોંપ્યો હતો.

  • આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી પણ ઓર્ડર આવે તે પહેલા આરોપી ઝડપાયો
  • સિટીલાઈટ હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં સ્પામાં આર્થિક મજબૂર છોકરીઓને દેહવેપાર માટે મોકલવા મજબુર કરતો હતો
  • સ્પામાં મસાજના નામે દેહવેપાર માટે છોકરીઓ સપ્લાય કરનાર દલાલની ધરપકડ

એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ તથા હેડકોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈએ બાતમીના આધારે આરોપી નુર હસન જોહર અલી પુલકેત (ઉ.વ.૩૨, ધંધો- નોકરી રહે- હાલ ઘોડદોડ રોડ, પોલીસ ચોકીની પાસે, રામચોક સુરત મુળ રહે- ખડોલી થાના- ડાકપુર જી- હુબલી, પશ્ચિમ બંગાળ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જે છોકરીઓ આર્થિક રીતે મજબૂર હોય તેમનો ફાયદો ઉપાડી તેવી છોકરીઓને દેહવેપારના ધંધામાં મોકલવાનું કામ કરતો હતો.

તેણે આવી રીતે સીટીલાઈટ રોડ ઉપર આવેલા હિરા-પન્ના કોમ્પ્લેક્ષમાં આવેલા ડાયમંડ સ્પા તથા પી.આર.ટુ સ્પામાં છોકરીઓ સપ્લાય કરી હતી. આ બંને સ્પા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સેલ દ્વારા ગત 23 ડિસેમ્બરે રેડ કરાઈ હતી. ત્યાં સંચાલકો તથા ગ્રાહકોને ઝડપી પાડી છોકરીઓને મુક્ત કરાવી હતી. આ બન્ને સ્પામાં પોતે છોકરીઓને મોકલી હતી. ત્યારથી પોલીસથી બચવા નાસતો ફરતો હતો. પોલીસથી બચવા તેણે આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ ઓર્ડર આવે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top