Business

KL રાહુલ અને આથિયાને લગ્નમાં મળી અમુલ્ય સોગાતો, જાણો કોહલી અને ધોનીએ શું ગિફ્ટ આપી ?

નવી દિલ્હી : KL રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્ન ખુબજ ચર્ચામાં રહ્યા છે. 23 જાન્યુઆરીએ આ ભારતીય અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી કાયમ માટે એકબીજાના બની ગયા છે. બંનેએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં સાત ફેરા લીધા હતા. આ પછી કપલ મીડિયાની સામે આવ્યું, ત્યારબાદ રાત્રે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ક્રિકેટ અને સિનેમાની દુનિયાની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન કપલને દરેક તરફથી ઘણી ભેટ સોગાતો (Gifts) પણ મળી છે. આ ગિફ્ટ કઈ નાની સુની નથી પરંતુ તેની કિંમત કરોડોમાં છે. સાથે જ તમને જણાવી દઈએ કે, લગ્ન પછી બંનેના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે.

  • રાહુલ અને આથિયાને લગ્નમાં ક્રિકેટ અને સિનેમાની દુનિયાની ઘણી હસ્તીઓએ ભાગ લીધો
  • કપલને દરેક તરફથી ઘણી મોંઘી અને કિંમતી ભેટ સોગાતો પણ મળી છે
  • દરેક તરફતથી આપવામાં આવેલી ગિફ્ટમાં અથિયાના પિતા સુનિલ શેટ્ટી મોખરે રહ્યા

ગિફ્ટ આપવામાં અથિયાના પિતા સુનિલ શેટ્ટી મોખરે
લગ્ન બાદ રાખવામાં આવેલી આ વેડિંગ પાર્ટીમાં ઘણા સુપરસ્ટાર આવ્યા હતા.કોઈએ આ કપલને કરોડોનો કિંમતી હાર આપ્યો છે તો કેટલાકે તેમને મોંગીડાટ કાર પણ ગિફ્ટ કરી છે.આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બૉલીવુડના સુપરસ્ટાર સુનિલ શેટ્ટી તેના પિતાનું આવે છે.આથિયાને તેના પિતા તરફથી મુંબઈમાં એક એપાર્ટમેન્ટ આપવા\માં આવ્યું છે. જેની કિંમત લગભગ 50 કરોડની આંકવામાં આવી રહી છે.

વિરાટ-અનુષ્કા અને જેકી શ્રોફે આપી મોંઘી ભેટો
આ સાથેજ સુનિલ શટ્ટીના મિત્ર અને બૉલીવુડના સુપરસ્ટાર જેકી શ્રોફ અને આથિયાને 30 લાખની ઘડિયાળ આપી છે જે ચોપાર્ડ બ્રાન્ડની છે. તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ કપલને બીએમ ડબ્લ્યુ કાર આપી છે. જેની કિંમત 2.17 લાખ સુધીની છે.

એમ.એસ ઘીનીએ 80 લાખની મોટરસાયકલ આપી
આ લિસ્ટમાં આથિયાના ખાસ મિત્ર અને એક્ટર અર્જુન કપૂર પણ આવે છે જેમણે આથિયાને કરોડોની કિંમતનું બ્રેસલેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે બહુ ઓછા લોકો જાણતા હશે કે કેએલ રાહુલે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પણ પોતાના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. અને ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોનીએ રાહુલને 80 લાખ રૂપિયાની કાવાસાકી નિન્જા બાઇક ગિફ્ટ કરી છે.

Most Popular

To Top