Business

કોરોનાના મેસેજ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી

ઉત્તરાયણ પર્વ એટેલે આનંદ ઉલ્લાસ અને નવા કપડા પહેરીને પતંગ ચગાવવાનો દિવસ,પોણા બે વર્ષથી કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. સુરત શહેરમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યાો છે. ચાર થી વધુ લોકોને ભેગા થવા પર સરકારે પ્રતિબંઘ મુકયો છે. છતાં ઉત્તરાયણ પર્વ સુરતીલાલાઓ હોંશભેર મનાવી રહ્યાંુ છે. ત્યારે શહેરના કેટલાક શહેરીજનો સુરતીલાલાઓને કોરોનાથી બચવામાટે શું શું પગલા લઇ ને ઉત્તરાયણ પર્વ મનાવવું જોઇએ તે અંગેના મસેજો આપી રહ્યાાં છે તે જાણવનો પ્રયાસ કરીશું

સાવચેતીના પગલા
સંગાસંબંધીને ન બોલાવો.
ટેરેસ પર વધુ લોકો જમા ન થાય.
માસ્ક પહેરો.
ડીસ્ટન્સ જાળવો.
સરકારની ગાઇડ લાઇનનું પાલન કરો.
ઉત્તરાયણને એક દિવસ જ મનાવો.
મુંગા પશુ-પક્ષીને બચાવો.
મોઢેથી દોરી તોડવી નહીં.

દુપટ્ટો ઓઢી ટેરેસ પર એકત્ર થયલો લોકોમાં જાગ્રૃતતા લાવવાનો પ્રયાસ કરીશું: રીના ટાંક

મોડેલીંગની સાથે ફેશન ડીઝાઇનર એવા રીનાબેન ટાંકે જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ આનંદ સાથે આકાશમાં પંતગો ચગાવવાનો પર્વ છે. પરન્તું હાલમાં વિશ્વમા કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. અને સુરતમાં કોરોનાનો કેસ વધી રહ્યાં છે, અમારા ફેન્ડસે્ વિચાર કર્યો કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે લોકોમાં જાગૃતતા આવે તે માટે રીનાબેન પંગતની પ્રિન્ટ કરેલો દુપટ્ટો અને નાના માસ્ક દુપટ્ટા પર લગાવીને માસ્કની શું વેલ્યું છે અને લોકોએ માસ્ક શા માટે પહેરવા જોઇએ. લોકોએ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવું જોઇએ આમ લોકો માં અવેરનેસ આવે તે માટે પ્રસાર કરીશું

નાના બાળકોને એક બે કલાકના અંતરે હાથ ધોવડાવવા જોઇએ: ગુરુમીત્તુલ શાહ

ગુરુમીત્તુલ શાહે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે શહેરમાં કોરોના ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. આ વર્ષે ઉત્તરાયણના પર્વ ઉજવવાની સાથે લોકોને મેસેજ આપવો જરૂરી છે સુરતીઓ કોરોના રોગને પણ ગંભીરતાથી લેતા નથી. લોકોએ એક બીજાથી અત્તર જાળવવું જોઇએ. સેનેટાઇઝરનો ઉપયોગ હાથ ધોવા માટે કરો અને નાના બાળકોને ટોળાથી દુર રાખો શક્ય હોય તો નાના બાળકોને પણ માસ્ક પહેરવો.આ ઉપરાંત પાંચ વર્ષથી નાના બાળકોને એક બે કલાકના અંતરે હાથ ધોવડાવવા જોઇએ એવા મેસજ વ્હાઇટ પતંગ પર લખી હુ મારી દીકરી આશીમાને સાથે રાખી આકાશમાં ઉડાવીશ અને ગરીબ બાળકોને પંતગ વિતરણ કરીશું.

વ્હાઇટ પતંગ પર અવેરનેસના મેસેજ લખી આકાશમાં ચગાવીશ: સ્વીટી શાહ

સ્વતંત્ર વ્યસાય કરતા સ્વીટી શાહે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વનો તહેવાર કોરોનાની ત્રીજી લહેરમાં આવ્યો છે. વારંવાર હાથ ધોવાના મેસેજ સાથે સેનેટાઇઝરની નાની બોટલ અને માસ્ક પતંગ પર ચોંટાડીને આકાશમાં ઉડાવીશું.અને પતંગમાં અમે સાદી દોરીનો ઉપયોગ કરીશું જેના કારણે કોઇ પશુ-પક્ષી કે માનવને નુકશાન ન થાય.લોકો સાચવીને ઉત્તરાયણ પર્વ મનાવવું જોઇએ. ઉત્તરાયણના દિવસે પતંગની પ્રિન્ટ કરેલી સાડી પહેરીને પતંગ ઉડાવીશ.

Most Popular

To Top