Sports

લક્ષ્ય સેન બેડમિન્ટન કોર્ટ પર ગુંજતું થયેલું એક નવું નામ

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2021 પહેલા ભારતના નામે આ પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં માત્ર બે મેડલ બોલતા હતા, જે દિગ્ગજ પ્રકાશ પાદુકોણ અને બી સાઇ પ્રણીતે જીત્યા હતા. જો કે ડિસેમ્બર 2021માં ભારત વતી લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે બે મેડલ જીતતા ભારતના નામે હવે ત્રણ બ્રોન્ઝ અને એક સિલ્વર સહિત ચાર મેડલ બોલે છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને યુવા લક્ષ્ય સેને જે કરી બતાવ્યું છે તે ઘણાં ખેરખાંઓ કરી શક્યા નથી અને તેના કારણે જ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન કોર્ટ પર તેનું નામ ગુંજતુ થઇ ગયું છે.

લક્ષ્ય સેન કંઇ એમ જ બેડમિન્ટન કોર્ટ પર ચઢી આવેલો ખેલાડી નથી. તેને તો બેડમિન્ટન રેકેટ અનેં શટલ કોક વારસામાં મળ્યા છે. ઉત્તરાખંડના અલ્મોડાના રહીશ લક્ષ્યના દાદા બેડમિન્ટન રમતા હતા અને તેના પિતા ડી કે સેન પણ બેડમિન્ટન કોચ છે. જો કે લક્ષ્યને બેડમિન્ટન રમવાની ચાનક પોતાના દાદા કે પિતાને જોઇને નહીં પણ પોતાના મોટાભાઇ ચિરાગ સેનને જોઇને ચઢી હતી. ચિરાગ માત્ર 13 વર્ષની વયે નેશનલ રેન્કર બની ગયો હતો અને દાદા, પિતા તેમજ ભાઇને કારણે ઘરમાં બેડમિન્ટન તરફી માહોલ રહેતો હતો. પોતાના ભાઇને જોઇને લક્ષ્યની બેડમિન્ટન પ્રત્યે રૂચી વધી અને તેના દાદા પણ જ્યારે રમવા જતાં ત્યારે લક્ષ્યને પોતાની સાથે લઇ જતા હતા તો પિતાએ લક્ષ્યને આ રમતની જે ઝીણી બાબતો છે તે શીખવવા માંડી હતી.

લક્ષ્ય માટે 2010નું વર્ષ જીવન બદલનારું વર્ષ બન્યું એવું કહેવામાં કંઇ ખોટું નથી. એ વર્ષે તે બેંગલુરૂમાં એક જૂનિયર લેવલની ટૂર્નામેન્ટ રમતો હતો. ત્યાં ભારતના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ અને ભારતના માજી કોચ વિમલ કુમારની નજર તેના પર પડી. લક્ષ્યની સાથે તે સમયે તેનો મોટોબાઇ ચિરાગ પણ હતો. જો કે વિમલ અને પાદુકોણને લક્ષ્યની રમત વધુ પસંદ આવી. ચિરાગની પ્રકાશ પાદુકોણ એકેડમીમાં પસંદગી થઇ અને લક્ષ્યએ પણ ત્યાં જ રહેવાની ઇચ્છા દર્શાવી. વિમલને એવું લાગ્યું કે એકેડમી માટે તે હજુ ઘણો નાનો છે પણ તેની પ્રતિબદ્ધતા અને ઝનૂનને જોઇને તેઓએ તેને હા પાડી દીધી. 2011માં પ્રકાશ પાદુકોણને લાગ્યું કે લક્ષ્યમાં ઘણી પ્રતિભા છે અને તેને ઓલિમ્પિક્સ ગોલ્ડ ક્વેસ્ટના સમર્થનની જરૂર છે. અને તેના કારણે તે પછી લક્ષ્ય ઇન્ડોનેશિયા, સિંગાપોર, ડેન્માર્ક અને ઇંગ્લેન્ડ ગયો, આ દેશોમાં રમવાથી લક્ષ્યની રમતમાં ઘણો સુધારો આવ્યો અને સાથે જ તે મેચ્યોર પણ બન્યો.

લક્ષ્ય સેને માત્ર 15 વર્ષની વયે નેશનલ જૂનિયર અંડર-19 ટાઇટલ પોતાના નામે કર્યું. 2015માં તેણે અંડર-17 નેશનલ ટાઇટલ જીત્યું. 2016માં ફરી તેણે અંડર-19 ગોલ્ડ મેડલ જીત્યો. 17 વર્ષની વયે 2017માં તેણે સીનિયર નેશનલ ફાઇનલ્સ ગેમ્સ અને ટાઇટલ જીત્યું. 2018-19માં તે ફરી સીનિયર નેશનલ ફાઇનલ્સ ગેમ્સ રમ્યો પણ આ વખતે તેણે સિલ્વર મેડલથી સંતોષ મા્નવો પડ્યો. જૂનિયર લેવલે લક્ષ્ય પ્રભાવ પાથરી રહ્યો હતો. 2018માં એશિયન જૂનિયર ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો તે પછી વિશ્વ બેડમિન્ટન લેવલે તેનું નામ ચર્ચાવા માંડ્યું. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન થાઇલેન્ડના વિટિસારનને હરાવીને લક્ષ્યએ આ ગોલ્ડ જીત્યો હતો. 2018માં તેણે યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આમ જૂનિયર લેવલે ઘરઆંગણે પોતાની કમાલ બતાવ્યા પછી સીનિયર કેટેગરીમાં ઇન્ટરનેશનલ લેવલે તેણે પોતાનું નામ ગુંજતું કરી દીધું હતું. લક્ષ્યએ આ દરમિયાન ભારતના એચએસ પ્રણોય, મલેશિયાના  લી ઝી, ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સહિતના ઘણાં  મોટા ખેલાડીઓ મળીને ટોપ-20મા સામેલ સીનિયર ખેલાડીઓને હરાવ્યા હતા. તેણે ચીનના લીન ડેન સામેની એક મેચમાં એવી બરાબરની ટક્કકર આપી હતી કે લીન ડેનને એ મેચ જીતતા પસીનો વળ્યો હતો. બીડબલ્યુએફ સર્કિટમાં પગ મુક્યાને હજુ બે વર્ષ જ થયા છે પણ 20 વર્ષિય લક્ષ્ય વર્લ્ડ રેન્કિંગમાં 19માં ક્રમે આવી ગયો છે. સીનિયર લેવલે લક્ષ્યએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીરિઝ, સ્કોટિશ અને ડચ ઓપનનું ટાઇટલ જીત્યું છે અને 2021માં તે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો

Related Posts