National

ઉત્તર પ્રદેશ વિધાનમંડળમાં યોગીનો અખિલેશને વળતો જવાબ, તો આ રીતે સાધ્યું યુપી મેં કાબા..પર નિશાન

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વિધાનમંડળ સત્ર શરુ થયું છે. અને આ દરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) સદન દરમ્યાન અખિલેશ યાદવની (Akhilesh Yadav) ઉપર નિશાન સાધ્યું હતું અને તેની ઝાટકણી કાઢતો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઉપરાંત ગાયિકા નેહા સિંગ રાઠોરના (Neha Singh Rathore) ”કા બા…ગીતનો પણ તેનાજ અંદાજમાં જવાબ આપીને કટાક્ષ કર્યો છે. અને આરીતે યોગી વિપક્ષ ઉપર ખુબ વરસ્યા હતા. વધુમાં હાલમાં જ પ્રયાગરાજમાં થયેલ ઉમેશ પણ હત્યા કાંડનો જવાબ આપતા કહ્યું હતું કે હું માફિયાને છઠ્ઠીનું ધાવણ યાદ આપવી દઈશ. બીજી તરફ યુપી મેં કા બા..ને લઇ જયારે યોગીએ એવાજ અંદાજમાં જવાબ આપ્યો હતો ત્યારે સદનમાં ખુબ જ રમૂજ ફેલાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે શનિવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવે પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્ય તૂટી ગયું છે. સરકારે આનો જવાબ આપવો જોઈએ. જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પર પ્રહાર કરતા લાંબા સમય સુધી પ્રતિક્રિયા આપી હતી.

યુપીમેં કા..બા…ઉપર બોલ્યા યુપીમાં છે બાબા..
વિધાનમંડળના સત્ર સત્ર દરમમયાન યોગીએ સરકારની ઉપલબ્ધીઓનું વિશેષ રીતે વર્ણન કર્યું હતું. અને કહ્યું હતું કે યુપી…મેં.કાબા તેના જવાબમાં કહ્યું હતું કે યુપીમાં છે બાબા…બા

જેઓ તેમના પિતાનું જ સન્માન ન કરી શક્યા…
આ દરમ્યાન સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું પહેલા નિવેદનો આપવામાં આવ્યા હતા કે, ‘છોકરાઓ ભૂલ કરે છે’. મને આશ્ચર્ય થાય છે કે આવા લોકો લોકશાહીની વાત કરે છે. આ લોકો રાજ્યમાં સુરક્ષાની વાતો કરે છે… તમને શરમ આવવી જોઈએ કે તમે તમારા પિતાનું સન્માન કરી શક્યા નથી. તમારે આવું વર્તન કરવું જોઈએ? સીએમએ કહ્યું કે મેં કોઈનું નામ નથી લીધું પરંતુ જે કહ્યું તેના પર ચોક્કસ ચર્ચા કરવામાં આવશે.

અમે માફિયાઓનો વીનાશ કરીને ઝંપીશું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં કહ્યું કે અમે માફિયાઓનો વિરોધ કરીએ છીએ અને તેમનો વિનાશ કરીને જ ઝંપીશું તેણે કહ્યું કે સપા અતીક અહેમદને આશ્રય આપ્યો છે. અમે કોઈપણ માફિયાઓને છોડીશું નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે સપા માફિયાઓને પોષનાર છે. રાજુપાલ હત્યા કેસમાં અતિક અહેમદ દોષી છે છતાં સપાએ તેમને ધારાસભ્ય બનાવીને સમર્થન આપ્યું હતું.

અખિલેશ યાદવ તરફે તેમને ઈશારો કરતા કહ્યું હતું કે તમે પોતે જ માફિયાઓને પોષી રહ્યા છો. જેથી અખિલેશે મુખ્યમંત્રીની ભાષા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. જેથી સદનમાં કેટલાક વખત માટે ધમાચકડી મચી ગઈ હતી.

રામચરિત માનસ ઉપર થયો હતો વિવાદ
આ દરમ્યાન મુખ્યમંત્રીએ તેના અંદાજમાં રામચરિત માનસ વિવાદ ઉપર પણ જવાબ આપ્યો હતો. અને કહ્યું હતું કે આ ગ્રંથ સદીઓથી હિન્દૂ સમાજને એકજુટ રાખવાનું કામ કર્યું છે. પણ આજે તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. જોકે આવીજ ટીપ્પણઈ કોઈ અન્ય ગ્રંથના વિષયને લઇ ને ઉલ્લેખાઇ હતી તો કદાચ ખુબ જ વિવાદ થયો હતે.

વધુમાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને ગર્વ હોવો જોઈએ કે રામચરિતમાનસની રચના યુપીની ધરતી પર થઈ છે પરંતુ હિંદુઓનું અપમાન થઈ રહ્યું છે. અખિલેશ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સત્તા વારસામાં મળી શકે છે પરંતુ શાણપણ નથી મળતું.

Most Popular

To Top