Gujarat

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આટલા કરોડ વસુલાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) કોગ્રેસના સભ્યોના પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૫૬ લાખ ૧૭ હજાર ૫૪૫ ઈ-મેમો (E-memo) ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી ૬૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજાર ૯૯૩ રૂપિયા વસુલવામાં આવ્યા છે, જ્યારે ૩૦૯ કરોડ ૩૩ લાખ ૭૪ હજાર ૯૪૭ રૂપિયા વસુલવાના બાકી છે. આ આંકડાઓ ચોંકાવનારા છે.

જો કે હજુ ઈ-મેમો પેટે ૩૦૯ કરોડ રૂપિયા દંડ પેટે વસુલવાના બાકી છે. દરેક જિલ્લાઓમાં ટ્રાફિક નિયમો ભંગ કરવાના પરિણામો વધી રહ્યા છે. જેમકે અમદાવાદ જિલ્લામાં ૧૦૭૭૧૦૨૦૮૮, વડોદરા જિલ્લામાં ૫૩૫૫૩૯૪૦૬, સુરત જિલ્લામાં ૯૮૪૮૩૦૦, વલસાડ જિલ્લમાં ૪૭૩૫૯૦૦, નવસારી જિલ્લામાં ૫૩૭૨૩૦૦, નર્મદા જિલ્લામાં ૧૦૩૬૨૦૦, ભરૂચ જિલ્લામાં ૩૧૮૨૯૦૦ રૂપિયા ઈ-મેમા પેટે વસુલવાના બાકી છે.

ગુજરાતમાં આઈટી સેક્ટરમાં 1 લાખ નવી રોજગારી ઊભી કરાશે

ગાંધીનગર: વિધાનસભામાં ગુરૂવારે સાયન્સ અને ટેકનોલોજી વિભાગનું 669.72 કરોડનું બજેટ પસાર કરાયું હતું. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નવી આઈટી નીતિ 2022-27 જાહેર કરાઈ છે. જેના આધારે રાજ્યમાં આઈટી સેકટરમાં 5 વર્ષમાં 1 લાખ નવી રોજગારી પેદા કરાશે. આઈટી સેકટરમાં નવા પ્રોજેકટ માટે સરકારે 20 કરોડથી 200 કરોડ સુધીની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા વાઘાણીએ કહ્યું હતું કે સરકારે તાજેતરમાં નવી બાયો ટેકનોલોજી નીતિની જાહેરાત કરી છે. જેના આધારે 500થી વધુ ઉદ્યોગોને સહાય આપવા ઉપરાંત 1.20 લાખ જેટલી નવી રોજગારી પેદા કરવાનો સંકલ્પ કર્યો છે. આ નીતિ હેઠળ ઉદ્યોગોને 40 કરોડથી 200 કરોડ સુધીની સહાય અપાશે.

ગીફટ સિટી પાસે નવી બાયોટેકનોલોજી યુનિવર્સિટી શરૂ કરાશે: વાઘાણી
વાઘાણીએ કહ્યું હતું કે સરકાર દ્વારા નજીકના સમયમાં નવી ઈલેકટ્રોનિકસ નીતિ જાહેર કરાશે. જેના પગલે ગુજરાત ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે ડિઝાઈન તથા ઉત્પાદનનું હબ બનશે. સાયન્સ સિટી ખાતે માનવ અને જૈવિક વિજ્ઞાન ગેલેરી વિકસાવવા માટે 45 કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાતમાં ગીફટ સિટી નજીક નવી બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવનાર છે. જેના માટે યુ.કેની એડિનબરા યુનિવર્સિટી સાથે કરાર કરાયા છે. આ નવી યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી બ્રાન્ચમાં માસ્ટર્સ, પીએચડી અભ્યાસક્રમોની ડિઝાઈન એડિનબરા યુનિ. દ્વારા કરાશે.

Most Popular

To Top