Surat Main

નેપાળી પરિણીતાએ પૂજા કરતા મસ્તક નમાવ્યું અને પ્રેમીએ ગળા ઉપર છરી ફેરવી દીઘી

સુરત : મિલકતના હિસ્સાને લઇને થયેલી માથાકૂટમાં કાપોદ્રામાં (Kapodra) નેપાળી (Nepali) મહિલાની (Women) હત્યા (Murder) થઇ હતી. નેપાળી મહિલા ભગવાનની પૂજા (Prayer) કરી રહી હતી ત્યારે આરોપી પ્રકાશ પટેલે (Prakesh Patel) પાછળથી આવીને મહિલાના ગળા ઉપર ચપ્પુ (Knife) ફેરવી દીધું હોવાની વિગતો બહાર આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ નેપાળની અને ત્યારબાદ ત્યાંથી દિલ્હી, મુંબઇ અને સુરતમાં આવેલી સ્નેહલતાની બે દિવસ પહેલા હત્યા થઇ હતી. સ્નેહલતા મૈત્રીકરારમાં પ્રકાશ રણછોડ પટેલ નામના યુવકની સાથે કાપોદ્રાની ગૌતમપાર્ક સોસાયટીમાં રહેતી હતી. પ્રકાશ પટેલ પોતે પરિણીત હોવા છતાં પણ પત્ની સાથે ઝઘડો કરીને પાંચ વર્ષથી અલગ રહેતો હતો.

પ્રકાશે બે મિલકતો પણ સ્નેહલતાના નામ ઉપર કરી દીધી હતી, ત્યારબાદ સ્નેહલતાએ પોતાની એક વર્ષની પુત્રીના ભવિષ્ય માટે વધુ એક દુકાનની માંગ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી કંટાળીને બે દિવસ પહેલા સ્નેહલતા સવારના સમયે ભગવાનની પૂજા કરતી હતી, સ્નેહલતા મંદિરની સામે ઊભી રહીને બે હાથ જોડી પ્રાર્થના કરતી હતી ત્યારે જ પ્રકાશે પાછળથી આવીને સ્નેહલતાને પકડી લીધી હતી, ત્યારબાદ તેના ગળા ઉપર ચપ્પુ ફેરવી દઇને હત્યા કરી નાંખી હતી. કાપોદ્રા પોલીસે પ્રકાશની ધરપકડ કરીને તેનો કોવિડનો રિપોર્ટ કરાવ્યો છે, હવે આવતીકાલે પ્રકાશનો કોવિડનો રિપોર્ટ આવી ગયા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાશે.

‘આજે તુ બચી ગયો છે, પરંતુ ફરી મળશે તો તને જાનથી મારી નાખીશું’
વાપી : વાપી ખોજા સોસાયટીમાં વોલીબોલની નેટ ફાડી નાખવાના મામલે ત્રણ શખ્સોએ ખોજા સોસાયટીના કાપડનો ધંધો કરતા બે ભાઇઓને માર માર્યો હતો. વાપી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાપી ખોજા સોસાયટીમાં વોલીબોલ રમવા માટે સલીમ વિરાણી તથા સોહીલ ગયો હતા. વોલીબોલની રમત પુરી થયા બાદ સોહીલે વોલીબોલની નેટ ફાડી નાખી હતી. ત્યારબાદ સોહીલ અને સલીમ વિરાણી ચાલતા ઘરે જતા હતા ત્યારે ખોજા સોસાયટી વોચમેન કેબીન પાસે ત્રણ જણા ઊભા હતા. ખોજા સોસાયટીમાં રહેતો અક્ષય મીઠાણી તથા આયુષ હોસ્પિટલ પાસે પરહીન એપાર્ટમેન્ટમાં રહેતા અમન કમલેશ ઉર્ફે કમો ગીલાણી તથા કમલેશ ઉર્ફે કમો ગીલાણીએ સોહીલ તથા સલીમ વિરાણીને પકડીને તમે વોલીબોલની નેટ કેમ ફાડી નાખી તેવું કહીને ત્રણે જણાએ ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ સમયે ગાળાગાળી અને બુમાબુમ થતાં બીજા માણસો આવી જતાં સલિમ તેના ઘરે જતો રહ્યો હતો.

આ વાતની સલીમના મોટાભાઇ ખોજા સોસાયટીમાં રહેતા મલીક મુરાદ વિરાણીને ખબર પડતા એ તેના ઘરે ગયો હતો. આખી વાત જાણ્યા બાદ મલીક વિરાણી એક્ટીવા પર પરત તેના ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં ત્રણે જણ અક્ષય, અમન અને કમલેશ ઊભા હતા. એક્ટીવા ઊભી રાખી ત્યારે તેમણે કહ્યું કે તું તારા ભાઇનું ઉપરાણું લઇને અમને માર મારવા આવ્યો છે. તેવું કહીને ત્રણે જણા ઉશ્કેરાઈ જઈને લાકડા લઇને ફટકા મારવા લાગ્યા હતા. કમલેશ ઉર્ફે કમાએ મલીક વિરાણીને કપાળના ભાગે ફટકો મારતા લોહી નીકળવા લાગ્યું હતું. સોસાયટીના માણસો આવી જતા વધુ મારમાંથી મલીક બચી ગયો હતો. જતા જતા ત્રણે જણા કહી ગયા હતા કે આજે તુ બચી ગયો છે. પરંતુ ફરી મળશે તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. મલીક વિરાણીને સોસાયટીના લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. વાપી ટાઉન પોલીસે મલીક વિરાણીની ફરિયાદને આધારે અક્ષય મીઠાણી, અમન ગીલાણી તથા કમલેશ ગીલાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top