National

સુવેન્દુ અધિકારી બનશે બંગાળના મુખ્યમંત્રી, આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. કોલકાતાના એક કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી બેઠક દરમિયાન તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બેઠક બાદ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી પણ હશે. નાયબ મુખ્યમંત્રી પદ માટે રૂપા ગાંગુલીનું નામ આપવામાં આવ્યું છે.

આવતીકાલે સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુવેન્દુ મુખ્યમંત્રીની શપથ લેશે. શપથવિધિ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત અનેક અગ્રણી NDA નેતાઓ હાજરી આપશે. સુવેન્દુએ ભવાનીપુર મતવિસ્તારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા. તેમણે સતત બીજી વખત નંદીગ્રામથી પણ ચૂંટણી જીતી હતી. આ બેઠક પરથી તેમણે 2021માં મમતાને હરાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો મેળવી છે.

પશ્ચિમ બંગાળના નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી પદ માટે સુવેન્દુ અધિકારી – જેમણે ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા તેઓના નામને સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર રહ્યા હતા. સુવેન્દુ હવે આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ટૂંક સમયમાં સુવેન્દુ અધિકારી રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજભવનની મુલાકાત લેશે. તેઓ આવતીકાલે સવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વધુમાં બે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક અંગે ચર્ચા ચાલી રહી છે.

9મી મે બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસે રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણી છે. આ શુભ પ્રસંગે રાજ્યની પ્રથમ ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.

બીજા કોઈ નામનો પ્રસ્તાવ નહીં
બંગાળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળના મુખ્યમંત્રી પદ માટે સુવેન્દુ અધિકારીના નામનું સત્તાવાર સમર્થન કર્યું. તેમણે જણાવ્યું હતું કે સુવેન્દુ સિવાય ઉમેદવાર તરીકે અન્ય કોઈ નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું ન હતું. તેમણે ઉમેર્યું હતું કે સુવેન્દુના નામ અંગે સર્વસંમતિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે 2021માં સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ મતવિસ્તારમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા જ્યારે આ વખતે સુવેન્દુએ મમતાને તેમના જ ગઢ ભવાનીપુરમાં પડકાર આપીને ચૂંટણીમાં હરાવ્યા છે.

Most Popular

To Top