Columns

ભગવાનને મળવા

How to Pray in Hindu Temples: 15 Steps (with Pictures) - wikiHow

લતાઆંટી રોજ સાંજે ખાસ તૈયાર થઈને નીકળે અને ઘરની નજીકના મંદિરે જાય.રસ્તામાં ઘરમાં જે કઈ કામ હોય અને શાકભાજી લેવાનું હોય તે લેતા આવે અને સરસ કલાક પસાર કરી ઘરે આવે.આ તેમનો રોજનો નિયમ… ‘આંટી’ કહ્યું એટલે તેમની ઉંમર કઈ એટલી ન હતી કે માત્ર રોજ સવાર સાંજ મંદિરે જવા સિવાય કઈ કામ ન હોય.છતાં લતાઆંટી આ રોજનો નિયમ પાળતા ક્યારેય ન તોડતા.એક દિવસલતાઆંટી મંદિરે જઈને ઘરે આવ્યા.ઘરે બે દીકરા અને તેમના પપ્પા બધાએ મજાક કરી કે ‘આપણા ઘરના પરમ ભક્ત મંદિર જઈને આવ્યા છે…ભગવાન પાસે ઘણુ માંગી લાવ્યા છે.’ પતિએ મજાકના સૂરમાં જ ફરીથી પૂછ્યું, ‘તું રોજ મંદિરે દર્શન કરવા જાય છે.રોજ રોજ પ્રાર્થના કરીને ભગવાન પાસે તું શું માંગે છે??’

લતા આંટી મંદિરેથી ઘરે જતા ત્યારે આવી મજાક બધા સાથે મળીને તેમની સાથે કરતા અને કહેતા આજે ભગવાન પાસે શું માંગીને આવી.અને આંટી હસીને કઈ ન બોલતા અને પોતાના કામે લાગી જતાં.પણ આજે પતિએ પૂછ્યું કે ‘ભગવાન પાસે શું માંગીને આવી.’ ત્યાર લતા આન્ટીએ કહ્યું, ‘હું ભગવાન પાસે કઈ માંગવા જતી જ નથી.હું પ્રાર્થનામાં ક્યારેય કઈ માંગતી જ નથી.’ પતિએ કહ્યું, ‘તો તું રોજ મંદિરે જાય છે જ શું કામ ??’

લતાએ પતિને જવાબ આપ્યો, ‘હું તો મંદિરે રોજ ભગવાનને મળવા જાઉં છું.અને થેન્ક યુ કહેવા જાઉં છું.’ પતિ આ જવાબ સાંભળી ચકિત થઈ ગયા આવો જવાબ મળશે તેવું તેમને વિચાર્યું જ ન હતું. તેમણે કહ્યું, ‘ભગવાનને મળવા ??? તું શું મજાક કરે છે ??’ લતાએ જવાબ આપ્યો, ‘ના હું મજાક નથી કરતી હું સાચે રોજ ભગવાનને મળવા જાઉં છું…માંગવા નહિ.હું રોજ પ્રેમથી તેમને મળું છું.દિલથી તેમના ચરણોમાં મસ્તક નમાવું છું અને બાળકોએ કરેલા સારા કામ …તમાંરી અને બાળકોની સફળતા ….નાની નાની ખુશી …આપણા ઘરનું આ મસ્તી મજાક ભર્યું વાતાવરણ …

મને ઘરના બધા કામ વચ્ચે રોજ ભગવાનને મળવા જવાની તક આ બધા માટે હું ભગવાનને રોજ થેન્ક યુ કહેવા જાઉં છું.ભગવાન આપણને રોજ જીવનનો નવો દિવસ આપે છે તેમાં આપે છે અનેક ખુશીઓની નાની મોટી પળો …તો રોજ તેને થેન્ક યુ તો કહેવું જ જોઈએ ને.ભગવાન તો માંગ્યા વિના આપતો જ રહે છે જરૂર છે તેને રોજ મળવા જવાની …તેની પાસે માંગવાની નહિ.’ ઘરના બધા તેમની સમજ અને વિચાર જાણી પ્રભાવિત થઇ ગયા. ચાલો રોજ ભગવાનને મળવા જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top