Charchapatra

સુરત કોર્પોરેશન જ આ ગંદકી દૂર કરી શકે છે

સુરતને ભારતનું બીજા નંબરનું સ્વચ્છ શહેરનું બિરૂદ મળ્યું છે. એ વાત સાચી. પરંતુ સુરતમાં ખાણીપીણીની લારી ચાલે છે. તે બાબતે મારું મંતવ્ય રજુ કરૂં છું. મોટેભાગે ચાઈનીસ, આમલેટ, ભેળ, પાણીપુરી, રગડો, ફરસાણ, લોચો, ખમણ, રસાવાળા ખમણની લારીઓ ચલાવતાં પોતાના મોઢામાં ગુટકાનો ડૂચો મારીને ખાસ્સું એવું થૂક મોઢામાં ભરી રાખતા હોય છે. વળી થોડી થોડી વારે લારીની આસપાસ જ થૂંકી લેતા હોય છે. ત્યાં જ શાકભાજી-સામાન-વાસણો પણ પડેલા હોય છે. આવું જોવાથી ચીતરી ચડી જાય છે. તો ખાવાનું મન તો ક્યાંથી થાય ? થૂંક વળી રાંધેલી સામગ્રીમાં પણ પડી શકે.

આ પ્રજાજનો પ્રશ્ન છે તેથી કોર્પોરેશનને ખાસ નિવેદન કે ગુટકા ખાતાં અને સતત ચાવતા કૂક પર અવશ્ય પ્રતિબંધ મૂકવો જોઈએ. લારી કલ્ચર એ જુનામાં જુનું છે પણ ત્યારે એવું ન હતું. સ્વાસ્થય સાથે ચેડા તો કહેવાય જ નહે ?!! ખાદ્ય પદાર્થો સાથે આવું થાય તે બિલકુલ સારું ન કહેવાય. કોઈ ચીડ ચડતી હોય એવી વ્યકિત જોઈ જાય તો બીજી વાર લારી પર ન આવે. સ્વામિનારાયણ સંસ્થામાં જે ભોજન-ખોરાક-નાસ્તા તથા જાતજાતની વાનગી પીરસાય તે ગુટકા ન ખાતા હોય તેવા જ માણસો રાંધે છે. સાત્વિકતા જળવાતી હોય છે. જૈનોનું પણ સ્વચ્છ અને સાત્વિક હોય છે. કારણ વ્યસન પર પ્રતિબંધ છે. ફક્ત એટલુંજ કહેવાનું કે કોર્પોરેશનના ફુડ વિભાગના અધિકારીઓ આ બાબતે ખાસ ધ્યાન આપી પગલાં ભરે.
સુરત     – જયા રાણા       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top