મોંઘવારીમાં જીવવું કે મરવું?

પેટ્રોલ- ડુંગળી અને ટામેટાનાં ભાવો આસમાને. ડુંગળી લગભગ 70% શાકમાં મિકસ હોય છે તેના ભાવ પાંચ ગણા થઇ ગયા છે. સામે દિવાળી છે. સરકારને કોઇ નિસ્બત નથી લાગતી. દરરોજ 200 રૂા.નું પેટ્રોલ સામાન્યપણે ખર્ચાઇ જાય છે. પેટ્રોલ પર ટેક્ષ ઓછો કરો. ડુંગળીના નિકાસ ઓછી કરો. આગોતરા પગલા ભરો. કાળા બજારીયાને ઠેકાણે પાડો. લોકોને બધી વસ્તુમાં રાજકારણ નહીં સારું. ભ્રષ્ટાચારને કંટ્રોલ કરવો જ રહ્યો. માણસનું ઘરખર્ચનું સંતુલન બગડી જાય છે.
સુરત              – તૃષાર શાહ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts