લોકડાઉનમાં તૈમુર સાથે આ રીતે સમય વિતાવી રહી છે કરીના, તૈમુરે કરીના માટે બનાવ્યું..

દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ હવે પોતાના હાથે બનાવેલા ‘પાસ્તા નેકલેસ’નો ફોટો શેર કર્યો છે. શનિવારે તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે તૈમૂરના હાથથી બનાવેલ ગળાનો હાર ગળા પર પહેરેલી જોવા મળી હતી.

ફોટામાં કરીનાએ જે હાર પહેરર્યો હતો તે કાચા પાસ્તાના હતો અને આ રમુજી ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે, ‘પાસ્તા લા વિસ્ટા. તૈમૂર અલી ખાન દ્વારા બનાવવામાં આવેલ ઝવેરાત. આ પછી, તેણે રમૂજી શૈલીમાં તૈમુરનું ઘરનું નામ ટીમ લખી તેને સંબોધ્યો હતો.

કરીનાની પોસ્ટ જોતા તેની બહેન કરિશ્મા સહિત અન્ય ઘણા સેલેબ્સે પ્રેમાળ ટિપ્પણીઓ કરી હતી. કરિશ્માએ લખ્યું, લવ ઇટ. મલાઇકા અરોરાએ લખ્યું, અવ્વલ, અમૃતા અરોરાએ લખ્યું, સ્ટન, તે પછીની અભિનેત્રી કવિતા કૌશિક, જે સીરીયલ એફઆઈઆરથી પ્રખ્યાત છે, તેણે પૂછ્યું, “હવે તમારે તેના વિશે પાગલ બનવા માટે અમને કોઈ વધુ કારણની જરૂર છે?” કરીના કપૂરે તૈમુર દ્વારા બનાવવામાં આવેલ પેઇન્ટિંગ્સ પણ શેર કર્યા હતાં.

Related Posts