Business

રાંદેરનો પરિવાર દિકરીના ઇલાજ માટે ચેન્નઈ ગયો ને ઘરમાં તસ્કરો હાથ ફેરવી ગયા

સુરત : રાંદેરમાં રહેતો પરિવાર (Family) તેમની દિકરીના ઇલાજ માટે ચેન્નઈ (Chennai) ગયો છે ત્યારે તેમના મકાનમાંથી અજાણ્યાએ 15 તોલા સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી. રાંદેર ખાતે એમકે પ્લાઝા ચુનારવાડ મસ્જીદ પાસે રહેતી 26 વર્ષીય મરીયમ અઝીજુલ અબ્દુલ કાસમ શેખ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં તેના મામાના ઘરમાં સોનાના નેકલેસ અને બુટ્ટી મળીને આશરે 15 તોલા સોનું ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. તેના મામા મુર્તાઝ મોહમદ મુસ્લીમ શેખ (રહે, મસ્કાનઈ સાલે એપાર્ટમેન્ટ, રાંદેર) તેમની દિકરીના ઇલાજ માટે પંદરેક દિવસથી ચેન્નઈ ગયા છે.

ગત 2 તારીખે મરીયમે મામાના ફ્લેટ પર જઈને સફાઈ કરી ફ્લેટ બંધ કરીને આવી હતી. બાદમાં 8 તારીખે સાંજે મરીયમને તેના મામાના ફ્લેટની લાઈટો, ફેન ચાલુ છે અને સ્લાઈડર ખુલ્લા છે તેમ ફોન આવ્યો હતો. જેથી મરીયમ તાત્કાલિક મામાના ઘરે જોવા ગઈ હતી. અંદર જઈને જોતા રૂમમાં રહેલા કબાટનો દરવાજો ખુલ્લો હતો. અંદર સામાન વેરવિખેર હતો. જેથી મરીયમે તેના મામાને જાણ કરી હતી. કબાટમાંથી સોનાની બે જોડી એરીંગ અને સોનાના બે નેકલેસ આશરે 15 તોલા સોનું ચોરી થયું હતું. જેમના ઘરમાં ચોરી થઈ તે ચેન્નઈ હોવાથી તેમની ભાણીએ ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતા એક અજાણ્યા સીસીટીવીમાં કેદ થાય છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

ગોડાદરામાં બંધ ઘરમાંથી રોકડા 40 હજાર અને સોના-ચાંદી મળી 79 હજારની ચોરી
સુરત : ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે રાજદીપ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય વિપુલભાઇ વશરામભાઇ બલદાણીયા સાડી લેસપટ્ટીનુ કામ કરે છે. ગત 8 તારીખે રાત્રે તસ્કરે તેમના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના કબાટમાં રાખેલા પાકીટમાંથી રોકડા 40 હજાર રૂપિયા તથા બે જોડી ચાંદીના જુના છડા, પગમા પહેરવાના ચાંદીના માછલી કવડી, નાના છોકરાની સોનાની કાનની બુટી, સોનાનુ ઓમકારનુ પેંડલ, છોકરાના હાથમાં પહેરવાના ચાંદીના કડા મળી કુલ ૭૬,૭૨૯ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top