Vadodara

ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવનો કિનારો જંગલી વેલમાં લપેટાયો

ડાકોર તા 21
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની જંગલી વેલ અને દૂષિત કચરાના ઢગલાને કારણે ખુબ દુર્દશા જોવા મળી રહી છે. ગોમતી કિનારે ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક નગરજનો તેમજ યાત્રાળુઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે પડી રહ્યો છે.
ડાકોરમાં ભક્ત બોડાણાની ભક્તિથી વશ થઈને રાજા રણછોડ આવ્યા બાદ પરત દ્વારિકા ના જવા માટે સ્વચ્છ ગોમતીમાં સંતાયા હતા . પરંતુ હાલમાં  ગોમતીના જળ જંગલી વેલના કારણે ગંદા બન્યા છે. ગટરના ગંદા પાણી પણ પવિત્ર  ગોમતીમાં  નિકાલ કરવામાં આવી રહ્યા છે. ગોમતીના તળાવના મોટાભાગના કિનારે પગથિયામાં  એટલી બધી લીલ થઈ ગઈ છે કે પગ મુકતાની સાથે જ ગોમતી તળાવમાં ડૂબી જવાની ભીતી અનુભવાય છે. ડાકોર નગરપાલિકાને માતબર રકમની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે.  ગોમતી તળાવ ની દુર્દશા જોઈને યાત્રાળુઓના હ્રદય દ્રવી ઉઠે તેવી ચિંતાજનક સ્થિતિ હાલમાં પ્રવર્તિ રહી છે. ડાકોર નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પવિત્ર ગોમતી તળાવમાં જ્યાં નજર નાખો ત્યાં જંગલી વેલ ,કચરો જોવા મળે છે. ગોમતી તળાવમાં  ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top