Vadodara

નડિયાદમાં લોકમેળાને લઈ વાહનવ્યવહાર પર પ્રતિબંધ

નડિયાદ, તા.21
નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મુખ્યમાર્ગો પ્રતિબંધ કરી વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યાં છે. આ પ્રતિબંધ 22થી 26 ફેબ્રઆરીથી સુધી અમલમાં રહેશે.
નડિયાદ શહેરમાં શ્રી સંતરામ મંદિર ખાતે મહા સુદ પૂનમ નિમિત્તે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળા દરમિયાન સંતરામ મંદિર તથા આજુબાજુના વિસ્તારોમાં બહારથી નાના મોટા ફેરીયાઓ, વેપારીઓ તથા મનોરંજનના સાધનોવાળા પોતાના ધંધા રોજગાર માટે આવતા હોય છે અને મેળામાં દર્શનાર્થીઓની મોટી સંખ્યાના કારણે મુખ્ય રોડ ઉપર લોકોની વધુ અવરજવર રહેતી હોય છે. જેથી આ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરળતા રહે તથા વાહન વ્યવહાર, ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને જાનહાનીના બનાવો બનતા અટકાવી શકાય તે માટે નડિયાદ શહેરના જાહેરમાર્ગ ઉપર થઈને વ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ અન્ય માર્ગો પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ નિયમ સરકારી વાહનો, ફાયરફાયટર વાહનો અને એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહિં.

Most Popular

To Top