Gujarat Main

માહિતી ખાતાની પ્રિલિમરી પરીક્ષા જૂન મહિનાના અંતમાં યોજાશે

ગાંધીનગર: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા ( Preliminary examination) તા.૨૭, જૂન, ર૦ર૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. 

સિનિયર સબ ઓડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે, જેની નોંઘ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ ( website) જોવા સૂચન છે.પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ( call latter) ડાઉનલોડ ( download) કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે યોજનારી માહિતી ખાતાની પરીક્ષાઓ રદ થઈ હતી, જ્યારે હવે ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો નોધાતા સરકારે આ પરીક્ષાઓ જૂનના અંતમાં લેવાની જાહેરાત કરી છે.

Most Popular

To Top