Dakshin Gujarat

અહેમદ પટેલની દીકરીનું પત્તું કપાયું, ભરૂચની બેઠક પર ઈન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવાનું નામ જાહેર

ભરૂચ (Bharuch): આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા (I.N.D.I.A) ગઠબંધનમાં ગુજરાતની (Gujarat) સીટની ફાળવણી પર કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચબેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા (MLAChatairVasava) ચૂંટણી (Election) લડશે.

કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના (AhmedPatel) પરિવારના સમર્થકો નિર્ણયથી હતાશ થવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની (MumtazPatel) મજબુત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે વાતચીતમાં ગઠબંધનના નિર્ણય અંગે જણાવ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે નિર્ણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપને સીટની ફાળવણીથી નારાજગી હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભરૂચ બેઠક પર રાજકીય માહોલ ગરમાયો
ભરૂચ: લોકસભા નજીક આવી રહી છે તેમ ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ આદિવાસી નેતાઓમાં વાક્યુદ્ધ જોવા મળી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના મનસુખ વસાવા અને આપના ચૌતર વસાવા બન્ને નેતાઓએ ચુંટણી લડવા હુંકાર કર્યો છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી પીએમ મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ ચૈતર વસાવા જીતશે એવી ખુલ્લી ચેલેન્જ કરી હતી. તેની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવા મુર્ખ છે. કેજરીવાલ કે ઈસુદાન ગઢવીમાં તાકાત હોય તો વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની સામે ચૂંટણી લડીને બતાવે, ચૈતર વસાવાને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. વધુમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતુંકે, કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચુંટણી આવે તે પહેલા ભરૂચ લોકસભા બેઠક પર હમણાથી જ રાજકીય દાવપેચ ખેલવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top