National

રાજસ્થાનમાં બોલેરો ચલાવતા ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, ઘણા લોકોને કચડી નાખ્યા

રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં આજે ગુરુવારે સવારે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી નિમિત્તે રેલી (Match) કાઢવામાં આવી હતી. દરમિયાન એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અકસ્માત ત્યારે થયો જ્યારે બોલેરો (Bolero) ચલાવતા ડ્રાઈવરને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો. ચાલતા વાહનમાં હાર્ટ એટેક આવતા ડ્રાઇવરે (Driver) સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે રસ્તે ચાલતા ઘણા લોકો બોલેરો ગાડી નીચે કચડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે રાજસ્થાનના નાગૌરમાં બોલેરો ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ દાડીનું સંતુલન બગડતા બોલેરો ગાડી પાંચ લોકોને કચડીને જતી રહી હતી. તેમજ આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. તેમજ બોલેરો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર દેગાણા શહેરમાં જાંગીડ સમાજના લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માની રેલી કાઢવામાં આવી રહી હતી. તે દરમિયાન સવારે 11 વાગ્યે શહેરના કારવા ગલી પાસે પાછળથી એક બોલેરો ગાડી આવી હતી અને રેલીમાં ચાલી રહેલા લોકોને કચડીને જતી રહી હતી. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તરત જ અજમેર રિફર કરવામાં આવ્યા હતા. આ સાથે બોલેરો ચાલકને પણ અજમેર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે. હાલ કારચાલકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રાઇવરને હાર્ટ એટેક આવતાં જ વાહન પર કાબૂ ન રાખી શક્યો અને આટલો મોટો અકસ્માત થયો.

અગાઉ પણ આવા અકસ્માતો થયા છે
તાજેતરમાં જ હરિયાણા રોડવેઝના એક બસ ડ્રાઈવરને પણ આવો જ હાર્ટ એટેક આવ્યો હતો. ચાલતી બસમાં હાર્ટ એટેક આવતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે કંડકટરે બસનો કાબુ મેળવી લેતા મુસાફરોનો જીવ બચી ગયો હતો. આ પહેલા યુપીમાં એક રોડવેઝ બસ ડ્રાઈવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.

Most Popular

To Top