National

કાશ્મીરના ગુલમર્ગમાં બરફના ભારે તોફાનના લીધે તબાહી મચી, એક વિદેશી ટુરીસ્ટનું મોત થયું

જમ્મુ: જમ્મુ કાશ્મીરના (Jammu&Kashmir) પ્રવાસન સ્થળ (TouristSpot) ગુલમર્ગમાં (Gulmarg) બરફના તોફાન (SnowStorm) ના લીધે ભારે તબાહી મચી છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ (Tourist) ફસાઈ ગયા છે. વિદેશી ટુરીસ્ટ બરફના તોફાનમાં ખોવાઈ ગયા હોવાના તથા એક વિદેશી ટુરીસ્ટનું મોત થયાના અહેવાલ છે. એસડીએમ તંગમર્ગનું કહેવું છે કે બે વિદેશી ટુરીસ્ટ લાપતા છે. એકનું મોત થયું છે. બે ટુરીસ્ટને બચાવી લેવાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર ભારતના પહાડોમાં હવામાને અચાનક યુટર્ન માર્યો છે. હવામાનના આ બદલાતા મિજાજના કારણે એકતરફ મનમોહક દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ બરફના ભારે તોફાને મુશ્કેલી પણ સર્જી છે. હવામાનના આ બદલાવથી પહાડોનો રંગ બદલાઈ ગયો છે. પરંતુ તેની ભયાનક અને દર્દનાક વાસ્તવિકતા બરફની સફેદ ચાદર નીચે છુપાયેલી છે. બરફની ચાદરની નીચે પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે.

ગુલમર્ગમાં બરફના તોફાનના કારણે હવામાન બદલાયું
ગુલમર્ગમાં અચાનક આવેલા બરફના તોફાનના લીધે હવામાનમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનનો સમય હતો ત્યારે ગુલમર્ગ જેવા મનોહર વિસ્તારોમાં બિલકુલ બરફ નહોતો પરંતુ ચિલ્લાઇ કલાનના એક અઠવાડિયા પછી હવે જ્યારે ચિલ્લા ખુર્દનો સમય છે ત્યારે સામાન્ય રીતે ઠંડી ઓછી થતી હોય છે પરંતુ આ વખતે બિલકુલ અલગ ચિત્ર જોવા મળ્યું છે. અત્યારે અચાનક બરફવર્ષા થઈ છે. હવામાનશાસ્ત્રીઓ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે કરી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવા સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીરથી ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં બરફના કરા પડી શકે તેમ હોય યલો એલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. હવામાનમાં આ પરિવર્તન વાસ્તવમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે. જેના કારણે 24 થી 26 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Most Popular

To Top