National

UP: અખિલેશ યાદવ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેશે, 25 ફેબ્રુઆરીએ આગ્રામાં જોડાશે

યુપીમાં (UP) બેઠકો પર સર્વસંમતિ બાદ હવે સપા (Sapa) દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ આગ્રામાં ન્યાય યાત્રામાં જોડાશે. બુધવારે સીટ વહેંચણી અંગેની સમજૂતી બાદ અખિલેશ યાદવે આ અંગેની જાહેરાત કરી હતી.

યુપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી બાદ હવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ આગ્રામાં ન્યાય યાત્રામાં જોડાશે. આ પહેલા અખિલેશ યાદવે રાયબરેલીમાં ન્યાય યાત્રામાં જોડાવાની જાહેરાત કરી હતી પરંતુ સીટોની વહેંચણી અંગે કોઈ નિર્ણય ન લેવાના કારણે તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે અમે અખિલેશ યાદવને આમંત્રણ આપ્યું છે. તેઓ ન્યાય યાત્રામાં ભાગ લેશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠીથી લડી રહ્યા છે તેના પર તેમણે કહ્યું કે આ ફક્ત તેમણે જ નક્કી કરવાનું છે. આ બંને બેઠકો ગાંધી પરિવારની હતી. ગાંધી પરિવારની જ રહેશે. બુધવારે સીટ વહેંચણી અંગેની સમજૂતી બાદ અખિલેશ હવે ન્યાય યાત્રામાં જોડાશે. કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે સપા 63 સીટો પર ચૂંટણી લડશે. બેઠકો અંગેની સમજૂતી બાદ બુધવારે સાંજે બંને પક્ષોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

Most Popular

To Top