Charchapatra

રેલવે તંત્રની ઉદાસીનતા!

દેશનો ભરોસાપાત્ર અને જાહેર પરિવહન સેવા રેલવે એ સારી એવી કમાણી કરતી સેવા છે. તેમ છતા સિનીયર સિટીઝનો પ્રત્યે ઓરમાયુ વર્તન કેમ? કોરોના સમય પહેલા મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ જેવી ટ્રેનોના સ્લીપર કોચ, ટુ ટાયર, થ્રી ટાયરના રેલવે ભાડામાં પુરુષોને 40 ટકા અને મહિલાને 50 ટકા જેવી છૂટ મળતી હતી. તેથી વૃદ્ધાવસ્થા દરમિયાન તેઓ તીર્થસ્થાનો કે અન્ય જગ્યાએ આરામથી હરી-ફરી શકતા હતા. કોરોના પૂરો થયાને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં બંધ કરેલ ભાડામાં છૂટ રેલવે તંત્રે હજુ સુધી ચાલુ કરેલ નથી. રેલવે અવ-નવી પ્રિમીયર ટ્રેનો દોડાવી સારી એવી કમાણી કરે છે. વર્ષમાં કેટલીક વખત હોલી ડે કે સ્પેશિયલ નામની વિશેષ ભાડાની ટ્રેનોનો ટ્રીપો દોડાવી સારો એવો કમાણી આ ટ્રેનો આપે છે. સમાજમાં વડીલોને પૂજય ગણવાનો રિવાજ છે. તેથી રેલવે તંત્ર બંધ કરેલ આશીર્વાદરૂપ સેવા ફરી જેવી હતી તેવી શરૂ કરી વરિષ્ઠ નાગરીકો પ્રત્યેનું ઋણ અદા કરશે એવી અપેક્ષા.
સુરત     – એન.ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વિદેશી જોબનો ક્રેઝ છોડો
ત્યાં ડીગ્રીઓ વેચાય છે. હજારો ડોલર યુનિવર્સિટીઓ જમી જાય છે. ત્યાં ખાનગી અને સરકારી વેતન સરખું છે. જ્યારે ભારતિયોનો મકસદ ડોલરના કનવર્ટ કરેલા રૂપિયામાં વધુ પડતી દિલચસ્પી છે. ભારતિયો માત્ર કમાવા જ જાય છે. 24×7 કાળી ઉભા ઉભા મજૂરી કરે છે. જોબ સિક્યોરિટીની કોઇ ગેરંટી નહીં. શરૂઆતમાં સ્ટુન્ડન્ટ ભાગીદારીમાં રૂમ ભાડે રાખે છે. ત્યાં ભણતરના કલાસ ઘણા ઓછા હોય છે. મોંઘી દાટ ફી ભરવા પાર્ટ ટાઇમ જોબ કરે છે. ભારતિય લાઇફ પોતાની સ્ટાઇલ પ્રમાણે જીવે છે. આથી જ બે પૈસા દેશમાં મોકલે છે. વડીલોને બેબીકેર માટે બોલાવે છે. ત્યાંની કલાયમેન્ટ વાલીઓને સ્યુટ થતી નથી. અહીં ભારતમાં લાગણીહીન  માનસિક સમતુલન ગુમાવે છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top