SURAT

પાંડેસરામાં ટેલરની દુકાને રૂપિયા આપવા ગયેલા યુવકને મોત મળ્યું

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટી ખાતે ટેલરની (Tailor) દુકાને રૂપિયા આપવા ગયેલા યુવકનું શંકાસ્પદ મોત (Death) નિપજ્યું હતું. યુવક ચાલતા-ચાલતા ઢળી પડ્યો હતો. ત્યારબાદ સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

  • પાંડેસરામાં ટેલરની દુકાને રૂપિયા આપવા ગયેલા યુવકનું શંકાસ્પદ મોત
  • ચાલતા-ચાલતા ઢળી પડેલા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં આશાપુરી સોસાયટી-2માં રહેતા રહેતો ગજેન્દ્ર સિરનામ વાસ (28 વર્ષ) મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો વતની હતો. ગજેન્દ્ર કેટરર્સમાં રસોઈ બનાવવાનું કામ કરી વતનમાં રહેતી પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સાંજે ગજેન્દ્ર ઘર નજીક આવેલી સિલાઈની દુકાનમાં ટેલરને પૈસા આપવા માટે ગયો હતો. દરમિયાન અચાનક ગજેન્દ્ર વાસ દુકાન બહાર ઢળી પડ્યો હતો. બેભાન થઈ ગયેલા ગજેન્દ્રને તેનો મિત્ર દિનેશ ચૌહાણ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આ‍વ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પાંડેસરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસે ‌નવી સિવિલ હોસ્પિટલ આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. એકાએક ગજેન્દ્રનું મોત નિપજતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવ્યું હતું. હાલ તો ગજેન્દ્રને એટેક આવ્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

વેડરોડના રંગારા યુવકનું શંકાસ્પદ મોત, બે મહિનામાં બે વખત કૂતરું કરડ્યું હતું
સુરત: શહેરમાં રખડતાં કૂતરાંઓના ત્રાસના કારણે બે જ મહિનામાં ત્રણ બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે, ઉપરાંત રખડતાં કૂતરાંઓને કારણે સામાન્ય નાગરિકોને કેવી કેવી ભયંકર સ્થિતિનો સામનો કરવો પડે છે તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજી બે દિવસ પહેલાં જ જહાંગીરપુરામાં બાઈક પર જઈ રહેલા રત્નકલાકારને કૂતરું નડતાં અકસ્માતમાં જમણા પગે ફ્રેકચર થયું હતું અને હવે જે ઘટના સામે આવી છે તેમાં એક કલરકામ કરનારા યુવકે જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. વેડરોડ વિસ્તારમાં રહેતો આ યુવાનને છેલ્લા બે મહિનામાં બે વખત કૂતરું કરડી ગયું હતું. ત્યારથી જ રંગારો બિમાર રહેતો હતો, આજે તેનું મૃત્યુ થતાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.
પોલીસ સૂત્રો તેમજ અને સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજનભાઈ નગીનભાઈ ગુપ્તા( 29 વર્ષ) કલરકામનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અહીં તે તેના હમવતનીઓ સાથે રહેતો હતો. રાજનને ફેબ્રૂઆરી મહિનામાં કૂતરું કરડી ગયું હતું. જેની દવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. ત્યારબાદ થોડા દિવસોમાં ફરીથી તેને કૂતરૂં કરડ્યું હતું. પહેલી વાર કૂતરૂં કરડ્યા ત્યારથી જ રાજન બિમાર રહ્યાં કરતો હતો. તે મંગળવારે વહેલી સવારે રૂમમાં અચાનક બેભાન થઈ ગયો હતો. મકાનમાલિક સહિત તેમના સાથી મિત્રોએ 108ને જાણ કરી હતી. 108 દ્વારા ઘટનાસ્થળે પહોંચી રાજન ગુપ્તાને મૃત જાહેર કરાયો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં રાજનભાઈનું મોત કૂતરું કરડવાથી કે અન્ય બિમારીમાં થયું છે તે કારણ જાણવા સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાવામાં આવ્યું હતું. હાલ પીએમ બાદ સેમ્પલ લઈને વધુની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top