National

પંજાબમાં અમૃતપાલ ઘેરાયો? ગોલ્ડન ટેમ્પલમાં કરી શકે છે સરેન્ડર

નવી દિલ્હી: અમૃતસર (Amritsar) ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહ (Amritpal Singh) કેટલા દિવસોથી પંજાબ પોલીસની (Punjab Police) પકડથી દૂર છે. લગભગ અમૃતપાલ સિંહ 11 દિવસથી ફરાર છે, જ્યાં પણ તે છુપાયો છે, પંજાબ પોલીસ સિવાય દિલ્હી અને હરિયાણાની પોલીસ પણ તેેને ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે એવી આશંકા છે કે તેણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં અકાલ તખ્ત જઈને આત્મસમર્પણ એટલે કે સરેન્ટર કરી શકે છે. આ માહિતી મળતા જ પંજાબ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેંકડો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પહેલા પંજાબ પોલીસને મંગળવારે હોશિયારપુરમાં અમૃતપાલ છુપાયો હોવાની માહિતી મળી હતી. પોલીસે ફગવાડામાં એક અજાણ્યા વાહનનો પીછો કર્યો, જેમાં અમૃતપાલ હોવાની આશંકા હતી. આ કારમાં બેઠેલા લોકો કારને પાછળ છોડીને મરનિયાના ગુરુદ્વારા નજીક ભાગી ગયા હતા. આ પછી મરનિયા ગામ અને તેની આસપાસ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસે મંગળવારે મોડી રાત્રે અમૃતપાલને પકડવા માટે ડોર ટુ ડોર ઓપરેશન હાથ ધર્યું હતું.

અમૃતપાલ જલંધરમાં આત્મસમર્પણ કરવાનો હતો
તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંહ એક ઈન્ટરનેશનલ ચેનલને ઈન્ટરવ્યુ આપવા માટે જલંધર પરત જઈ રહ્યો હતો. ત્યારે અમૃતપાલની એવી યોજના હતી કે તે આ સમગ્ર મામલે અમૃતપાલ નિવેદન આપી પોતાને પંજાબ પોલીસ સામે સરેન્ડર કરશે, પરંતુ પોલીસને તેની જાણ થઈ ગઈ અને તેનો પ્લાન અટકી ગયો હતો.

પોલીસને ચકમો આપીને અમૃતપાલ નાસી છૂટ્યો હતો
પંજાબ પોલીસનું ઈન્ટેલિજન્સ યુનિટ ફગવાડાથી જ અમૃતપાલના પંજાબ નંબર ઈનોવા વાહન (PB 10 CK 0527)ને અનુસરી રહ્યું હતું. ડ્રાઈવરે કાર ચલાવી અને હોશિયારપુર જિલ્લાના મરનૈયા ગામના ગુરુદ્વારામાં ઘૂસી ગયો. ત્યાર બાદ વાહનને ચાલતી હાલતમાં છોડીને વાહનમાં સવાર બંને શકમંદો દિવાલ કૂદીને ભાગી ગયા હતા. અમૃતપાલ ફરી એકવાર પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહ્યો હતો. તેની સાથે તેનો સહયોગી પપ્પલપ્રીત અને એક સહયોગી પણ ભાગી ગયા હતા.

કોણ છે અમૃતપાલ?
અમૃતપાલ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાનો ચીફ છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.

અમૃતપાલ પહેલીવાર 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના નજીકના મિત્રને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે અજનલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પછી તેણે ઘણી ટીવી ચેનલોમાં આપેલા ઈન્ટરવ્યુમાં અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. એટલું જ નહીં, અમૃતપાલે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી.

પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ પર કડક કાર્યવાહી કરી હતી
18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ અને તેના નજીકના લોકો સામે મોટી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમના સેંકડો સમર્થકો અને નજીકના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અમૃતપાલ પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી છે. અમૃતપાલના કાકા સહિત 7 નજીકના મિત્રોને આસામની ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારથી અમૃતપાલ ફરાર છે.

Most Popular

To Top