SURAT

સુરતમાં બે રોડ રોમિયો રસ્તાની વચ્ચે બે કિશોરીઓ સાથે આવી હરકત કરતા CCTVમાં કેદ થયા

સુરત: (Surat) ડિંડોલી ખાતે બે રોડરોમિયો મોપેડ (Moped) ઉપર આવીને રસ્તે ચાલતી બે કિશોરીઓને રોકે છે. અને તેમની પાસે જઈને મોબાઈલ (Mobile) નંબર માંગે છે. કિશોરીઓ નંબર નહી આપતા ચપ્પુ બતાવીને નંબર માંગી ધમકી (Threat) આપતા આ બંને સીસીટીવીમાં કેદ થયા છે. ડિંડોલી પોલીસે બંને અસામાજીક તત્વોની સામે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

  • ડિંડોલીમાં બે રોડ રોમિયોએ રસ્તાની વચ્ચે બે કિશોરીઓને ઉભી રાખી ચપ્પુ બતાવી નંબર માંગ્યો
  • બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ મોપેડ ઉપર આવેલા બંને રોમિયો સીસીટીવીમાં કેદ

ડિંડોલી ખાતે આવેલા બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળના ભાગે આવેલા રસ્તા ઉપરથી બે કિશોરી ચાલતી જઈ રહી હતી. ત્યારે મોપેડ ઉપર આવેલા બે રોડ રોમિયોએ કિશોરીઓનો પીછો કર્યો હતો. અને રસ્તા વચ્ચે તેઓ ઉભા રહી કિશોરીની રાહ જોતા હતા. બંને કિશોરીઓ ચાલતા ચાલતા આવી રહી હતી ત્યારે તેણીને રસ્તામાં ઉભી રાખી હતી. બંને સડકછાપ રોમિયોએ તેમની પાસે જબરજસ્તી તેમના મોબાઈલ નંબર માંગ્યા હતા. બંને કિશોરીઓએ મોબાઈલ નંબર આપવા ઇનકાર કરતા આ રોમિયોએ કિશોરીને ચપ્પુ બતાવી ધમકાવી નંબર માગવાનો પ્રયાસ કર્યો હતો. જાહેરમાં છેડતીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બંને કિશોરીની છેડતીની આ ઘટનાથી હેબતાઈ ગઈ હતી. અને ત્યાંથી ઘરે જઈ પરિવારને જાણ કરતા પરિવારે ડીંડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

દીકરા સાથે જતી મહિલા બાઇક પરથી પટકાઈ, સારવાર દરમિયાન મોત
સુરત: ડિંડોલીમાં બાઇક પર દીકરા સાથે જતી મહિલા બાઈક પરથી પટકાઈ હતી.ગંભીર ઇજાના કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડીંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ઉષાબેન રતિભાન પાટીલ તેમના દીકરા સાથે 24 ફેબ્રુઆરીના સાંજના બાઇક પર બેસીને કામ અર્થે જઈ રહ્યા હતા. તેઓ અંબિકા ટાઉનશીપ પાસે ઉમિયા માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે સ્પીડ બ્રેકર આવતા દીકરાએ અચાનક બ્રેક મારી હતી. તેના કારણે ઉષાબેન નીચે પડ્યા હતા. તેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top