Dakshin Gujarat

વાલોડ પોલીસ મથકે પરિક્ષણ વેળા વિસ્ફોટક પદાર્થમાં બ્લાસ્ટ થયો, FSL મહિલા અધિકારી ઘાયલ

વ્યારા: (Vyara) વાલોડ પોલીસમથકે પરિક્ષણ દરમિયાન દેશી બનાવટની વિસ્ફોટક સામગ્રીનો (Explosive Material) પરિક્ષણ દરમિયાન બ્લાસ્ટ થતાં FSL મહિલા અધિકારીને હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી. સારવાર અર્થે તેમને તાત્કાલિક વ્યારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

  • વાલોડ પોલીસમથકે પરિક્ષણ વેળા વિસ્ફોટક પદાર્થમાં બ્લાસ્ટ, FSL મહિલા અધિકારી ઘાયલ
  • મોરદેવી ગામની સીમમાં ખેતર અને ઝાડી-ઝાંખરામાંથી પોલીસને ગોળા મળી આવ્યા હતા
  • એફએસએલ અધિકારી પ્રાંજલ પટેલને જમણા હાથની આંગળીઓ પર ઇજા થઇ હતી

વાલોડ પોલીસના જણાવ્યા મુજબ જંગલી ભૂંડને મારવા માટે આ પ્રકારની વિસ્ફોટક સામગ્રી વપરાતી હોય છે. ભૂંડ પકડનાર ઈસમોએ ભૂંડને મારી તેનો ખોરાકમાં ઉપયોગ કરવા માટે ફટાકડામાં વપરાતા ગન પાઉડરમાંથી તાઉત (ગોળા) બનાવી મોરદેવી ગામની સીમમાં ખેતર તથા ઝાડી ઝાંખરામાં સંતાડીને રાખ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે તાઉત (ગોળા) નંગ-3 કબજે કર્યા હતા. આ ગોળાનું મહિલા એફએસએલ અધિકારી પ્રાંજલ વી.પટેલ (ઇન્વે.વાન તાપી)ને નિરીક્ષણ કરવા માટે બોલાવ્યાં હતાં. તેઓ તા.25/02/2023ના રોજ બપોરે 12:20 નિરીક્ષણ કરતા હોઈ એ દરમિયાન તાઉત (ગોળા)ને ચીપિયાથી પકડવા જતાં તાઉત (ગોળા) ઉપર પ્રેશર થવાના કારણે બ્લાસ્ટ થતાં એફએસએલ અધિકારી પ્રાંજલ પટેલને જમણા હાથની આંગળીઓ પર ઇજા થઇ હતી. આથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની વધુમાં તપાસ પીએસઆઈ એન.જે.પંચાલે હાથ ધરી છે.

અંકલેશ્વરના કોસમડી ગામેથી ફરી ઝડપાયો વિદેશી દારૂ, પોલીસે બુટલેગરની કરી અટકાયત
અંકલેશ્વર GIDC પોલીસે કોસમડી ગામના મોરા ફળીયામાંથી રૂપિયા 21 હજાર ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળિયામાં અંકલેશ્વર શહેરના સંજય નગરમાં રહેતો બુટલેગર ભાવેશ ઇશ્વર પટેલ વિદેશી દારૂનો જથ્થો લઇ આવ્યો છે. જેથી GIDC પોલીસે બાતમીવારી જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી રૂપિયા 21 હજાર 600નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગર ભાવેશ ઇશ્વર પટેલ અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top