SURAT

સુરતના સિટીલાઈટમાંથી 15,490 રૂપિયાની ઇ-સિગારેટ સાથે એક પકડાયો

સુરત : ઉમરા પોલીસ સ્ટેશનની (Police Station) ટીમને સિટીલાઈટ ખાતે નવમંગલમ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા રોહન ટ્રેડર્સ નામની સિગારેટ તમાકુની દુકાનમાં (Shop) પ્રતિબંધિત સિગારેટ (Banned cigarettes) મળતી હોવાની બાતમી મળી હતી. ઉમરા પોલીસની ટીમે બાતમીના આધારે રેઈડ (Raid) કરી હતી.

દુકાનમાં ધર્મેશભાઈ મધુસુદન ચાંદલેકર (ઉ.વ.36, રહે.ઠાકોરદીપ સોસાયટી, સિટીલાઈટ) હાજર હતો. તેને સાથે રાખીને દુકાનમાં જોતા કાઉન્ટરની પાછળ એક લાકડાના ઘોડામાં અલગ અલગ બ્રાંડની સિગારેટ તથા પાનના ગલ્લાના વેચાણની વસ્તુઓ હતી. ત્યાં જ પ્રતિબંધિત સિગારેટ, ઇ-સિગારેટના બોક્સ પણ મળી આવ્યા હતા. કુલ 15490 રૂપિયાની ઇ-સિગારેટ મળી આવી હતી. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી ધર્મેશની ધરપકડ કરી હતી.

રૂપિયા 20 કરોડની ઇ-સિગારેટના કેસમાં આરોપીના જામીન નામંજૂર
સુરત : ડીઆરઆઈ વિભાગ દ્વારા પલસાણા હાઈવે ઉપરથી ઝડપી પાડેલી 20 કરોડની ઈ-સિગારેટનાં કેસમાં ઝડપાયેલા પરવેઝ આલમ નામના આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી આજે કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસની વિગતો અનુસાર ડાયરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા બાતમીના આધારે પલસાણા ચોકડી પાસે એક કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું. આ કન્ટેનરને સચિન જીઆઇડીસી પાસે લઈ જઇ ત્યાં તલાસી લેવામાં આવી હતી. આ કેસમાં પરવેઝ આલમ નામના આરોપીનું નામ ખુલ્યું હતું. કેન્ટેનરમાંથી કુલ રૂ.20 કરોડની ઇ-સિગારેટ મળી આવી હતી. ડીઆરઆઇએ પરવેઝની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. દરમિયાન આજે તેણે કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નયન એલ. સુખડવાળા અને એડવોકેટ ઇમરાન મલિકે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ પરવેઝના જામીન નામંજૂર કર્યા હતા.

વરેલીમાં બે શખ્સો ટેમ્પોમાં જ્વલનશીલ પદાર્થ ભરતા ઝડપાયા
પલસાણા: કડોદરા પોલીસ સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં બે ઇસમો જ્વલનશીલ પ્રવાહી ભરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બે શખ્સો ૧.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની કબૂલાતમાં કામરેજ વિસ્તા૨માં થયેલી ચોરીને ભેદ ઉકેલાયો હતો.

કડોદરા જીઆઇડીસી સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસે બે ઇસમો એક ટેમ્પો નંબર જીજે ૦૫ બી ડબલ્યુ ૫૫૯૭માં પાંચ પ્લાસ્ટિકના બેરલમાં ટરપેનટાઇલ ૧૦૦૦ લીટર (જ્વલનશીલ પદાર્થ) ભરી ઉભા છે. જે આધારે કડોદરા પોલીસે સ્થળ પરથી કેમિકલ તેમજ ટેમ્પો મળી ૧૬૯૪૦૦ના મુદ્દામાલ સાથે કેશર અમરસીંગ રાજપુત (ઉ.વ ૨૮ ૨હે. ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક લક્ષ્મીનારાયણ સોસાયટી મુળ રહે રાજસ્થાન) તથા ગોપાલ ઉદેસીંગ રાજપુત (ઉ.વ ૨૯ ઉભેળ પી.કે કેમિકલના ગોડાઉનમાં તા.કામરેજ મુળ રહે રાજસ્થાન) ઝડપી પાડી પુછપરછ કરતા આ મુદ્દામાલ કામરેજ તાલુકા વિસ્તારમાંથી ચોરી કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા બન્ને આરોપીઓને કામરેજ પોલીસ મથકે મોકલી આપ્યા હતા.

Most Popular

To Top