SURAT

મેટ્રો પર નજર રાખવા માટે સુરતમાં બે સ્થળે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવાશે

સુરત: (Surat) સુરત શહેરમાં મેટ્રોના (Metro) બંને રૂટ માટેની કામગીરી શરૂ થઈ ચુકી છે. હાલમાં સુરત મેટ્રો માટે 3 પેકેજનું કામ ફુલફ્લેજમાં ચાલી રહ્યું છે અને અન્ય પેકેજો માટેના ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. તેમજ અન્ય મશીનરી, સાધનસામગ્રી માટે પણ ટેન્ડરો એક પછી એક બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં મેટ્રોના મોનિટરિંગ (Monitoring) માટે બે સ્થળોએ કંટ્રોલ સિસ્ટમ સેન્ટર (Control System Center) બનાવવામાં આવશે. જેમાં એક ડ્રીમ સિટીના (Dream City) ડેપો પાસે અને અન્ય ભીમરાડ નજીકના ડેપો પાસે બનશે. હાલમાં ડ્રીમ સીટી ડેપો પાસે આકાર પામનારા કંટ્રોલ સિસ્ટમ સેન્ટર માટેના ટેન્ડર મંગાવાયા છે.

  • બે પૈકી એક સેન્ટર ડ્રીમ સિટીના ડેપો ખાતે અને બીજું ભીમરાડના ડેપો ખાતે બનાવવામાં આવશે
  • આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવા કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવે તેવી સંભાવના

કુલ રૂા. 12,020 કરોડના સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે બે રૂટ નક્કી કરાયા છે. જેમાં એક ડ્રીમસીટીથી સરથાણા 22.77 કિ.મી તેમજ બીજા રૂટ સારોલીથી ભેસાણ માટે 19.26 કિ.મીનો રૂટ છે. શહેરમાં કુલ 7.02 કિ.મી ના અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. આ તમામ રૂટ અને સ્ટેશનો પર મોનિટરિંગ રાખવા માટે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવશે. જેના થકી મેટ્રોની ગતિવિધિ પર સતત નજર રાખી શકાશે તેમજ સિક્યુરિટી અને અન્ય તમામ કમાન્ડ કંટ્રોલ કરી શકાશે.

સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે
સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે. આ CBTC (કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ) પર આધારિત CATC (ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ સિસ્ટમ) જેમાં ATP (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન), ATO (ઓટોમેટિક ટ્રેન ઓપરેશન) અને ATS (ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન) સબસિસ્ટમનો સમાવેશ કરાશે. જેમાં ટ્રેકસાઇડ અને ટ્રેન વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરી સંચાલન કરવામાં આવશે. ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમ સલામત ટ્રેનની કામગીરી પર સતત નજર રાખે છે અને જો ટ્રેન યોગ્ય કામ ન કરતી હોય તો જરૂરી ફેરફાર કરી શકાશે.

સચિનમાં બનનારા લોજિસ્ટિક પાર્ક સુધી મેટ્રો દોડાવાશે, બીઆરટીએસનો પણ ઉપયોગ કરાશે
તાજેતરમાં રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક (Logistic park) બનાવવાના આયોજન માટે સ્ટેટ લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલની મીટિંગ કરવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ મનપાઓ, અર્બન ઓથોરિટીઓના પ્રતિનિધિઓને હાજર રખાયા હતા, જેમાં સુરત સિટી લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી પણ આ બેઠકમાં હાજર રહી હતી. સુરત સિટી લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેનપદે મ્યુનિ.કમિ.પાનીની નિમણૂંક થઇ છે. કમિ.એ સુરતમાં ‘લોજિસ્ટિક પ્લાન ફોર સુરત સિટી’ (Logistic plan for surat city) બનાવવા માટે જીઆઇડીબીને (GIDB) લેખિત સંમતિ આપી દીધી છે.

લોજિસ્ટિક પાર્ક બનાવવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું, મ્યુનિ.કમિ. ચેરમેન રહેશે
નિ.કમિ. પાનીએ જણાવ્યું હતું કે, સુડાના ડી.પી.-2035માં સુરત-પલસાણા હાઇ-વે પર છે. સચીન (Sachin) ઉદ્યોગનગર પાસે લોજિસ્ટિક પાર્ક માટે રિઝર્વેશન (Reservation) મુકવામાં આવ્યું છે. આઠ લાખ ચોરસ મીટર જમીન પર આ પાર્ક સાકાર કરાશે. આ જગ્યા સાથે નેશનલ હાઇવે, સહિતની કનેક્ટિવિટી મળી રહે છે તેથી આ જગ્યા પસંદ કરાઇ છે. આ સાથે લોજિસ્ટિક પાર્કના ભાગરૂપે જ મેટ્રો ટ્રેનનું (Metro Train) પ્લાનિંગ સચિન ઉદ્યોગનગર સુધી લંબાવવાની વિચારણા પણ હાથ ધરાઇ છે. રાજ્ય લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલ સાથેની હવે પછીની મીટિંગમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ સુરતમાં અંત્રોલી ગામ પાસે આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ સુરત કડોદરા રોડ સુધી મેટ્રો ટ્રેનનું પ્લાનિંગ લંબાવવાનું તથા તેને અંત્રોલી સુધી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી માટે લંબાવી શકાય કે કેમ? તે અંગેનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ કરવામાં આવશે.

Most Popular

To Top