Madhya Gujarat

ગેસ ફીલીંગ કરતી વખતે હેલ્મેટ ને સેફ્ટી સુઝ ફરજીયાત પહેરવા જોઈએ

આણંદ : વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ ખાતે સુરક્ષા અને સલામતી પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ગેસ ફીલીંગ કરતી વખતે કર્મચારીઓએ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ઊંડણીપૂર્વક સમજ આપવામાં આવી હતી. ચરોતર ગેસ ખાતે સુરક્ષા અને સલામતી પર સેમિનાર યોજાયો હતો. જેમાં દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવા ભાર મુકવામાં આવ્યો હતો. જોકે, સુરતના સેફ્ટી ટ્રેનીંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસના અમિત ક્ષત્રિયએ જણાવ્યું હતું કે, સીએનજી ગેસ સ્ટેશન પર ગેસ ફીલીંગ કરતી વખતે નાનામાં નાની ભુલથી મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. આથી, દુર્ઘટના અટકાવવા સાવચેતી જરૂરી છે.

જેના માટે પ્રથમ કર્મચારીએ પોતે હેલ્મેટ અને સેફ્ટીસુઝ પહેરવા જોઈએ. જેથી ગેસ ફીલીંગ સમયે પાઇપ છટકે તો માથામાં ગંભીર ઇજા ન પહોંચે. આ ઉપરાંત વાહન ચાલકથી ભુલથી કર્મચારીના પગ પરથી વાહન ચલાવે તો ગંભીર ઇજા ન પહોંચે. તેવી જ રીતે પ્રથમ વાહનમાં કોઇ સવાર ન હોય તે ખાસ જોવી જરૂરી છે. આ ઉપરાંત સીલીન્ડર હાઈડ્રો ટેસ્ટીંગ કરાવેલું છે કે કેમ ? તે તપાસવું જરૂરી છે. વધુમાં અમિત ક્ષત્રિય જુદી જુદી રીતે રોડથી થતા અકસ્માતોનું સરવૈયું પણ રજુ કર્યું હતું. તેની આંકડાઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોકડ્રીલ પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડના ચેરમેન કિરણભાઈ પટેલ, મેનેજીંગ ડિરેક્ટર હસમુખભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. તેઓએ આપણા જીવનમાં સલામતીના પરિબળોનું પાલન કરી જીવન બચાવી શકાય તે માટેના પ્રયાસો કરવા જાણકારી આપી હતી. આ સેમિનારમાં ચરોતર ગેસના સૌ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top