SURAT

ભાઈ સાથે વાત નહીં કરવાનું કહેતા વિધર્મી પાડોશીઓ વિફર્યા, ગાળો દઈ યુવતીના કપડાં ફાડી નાંખ્યા

સુરતઃ(Surat) અમરોલી-કોસાડ આવાસમાં રહેતી વિધર્મી યુવતી (Girl) પડોશમાં રહેતા યુવક સાથે વાત કરતી હતી. ત્યારે યુવકની બહેને વિધર્મી યુવતીને સમજાવવા જતાં તેના પરિવારે માર મારી તેનાં કપડાં ફાડી છેડતી કરી હતી. અમરોલી પોલીસે (Police) આ અંગે ફરિયાદ (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • પડોશી યુવતીને તેના ભાઈ સાથે વાત કરવા બાબતે સમજાવવા ગયેલી યુવતીની છેડતી
  • અમરોલી-કોસાડ આવાસમાં વિધર્મી યુવતી સાથે વાત કરવા બાબતે ઝઘડો

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી-કોસાડ આવાસમાં રહેતી વિધર્મી યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં શબીહા શબીર શેખ, ફૈઝલ શબીર શેખ અને પરવીન શબીર શેખ (તમામ રહે., બી.નં-૧૩૧/બી કોસાડ આવાસ, એચ-૨, અમરોલી)ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીનો ભાઈ પાડોશમાં રહેતી શબીહા શબીર શેખ સાથે વાતો કરતો હતો. આ વાતની જાણ યુવતીને થતાં તે શબીહાને સમજાવવા તેની પાસે ગઈ હતી. જેથી શબીહા તથા તેનો ભાઈ ફૈઝલ શબીર શેખ અને તેની માતા પરવીન શબીર શેખે મળી તેને એલફેલ ગાળો આપી હતી. યુવતીએ ગાળો આપવાની ના પાડતાં ફૈઝલે તેના વાળ પકડી કુર્તી ફાડી નાંખી હતી અને હાથમાં બચકું ભરી ગયો હતો. આ સાથે જ શબીહા અને તેની માતાએ તેને માર માર્યો હતો. જેથી યુવતીની માતા અને બહેન વચ્ચે પડતાં તેને પણ ગાળો આપી માર મારતાં યુવતીએ ત્રણેય સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

મોટા વરાછામાં ફોટો શૂટ કરતી વખતે ત્રણ અજાણ્યા આવી ચપ્પુના ઘા મારી કેમેરો લૂંટી ગયા
સુરતઃ મોટા વરાછા ખાતે ગઈકાલે સાંજે ગોપીન ગામ રોડ વેદાંત એલિગન્સની સામે કેનન કેમેરામાં ફોટો શુટ કરી રહેલા રત્નકલાકાર અને તેના પિતરાઈને ત્રણ અજાણ્યા ચપ્પુના ઘા મારી કેમેરાની લૂંટ કરી ભાગી ગયા હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મોટા વરાછા ખાતે વોરાજી ફળિયામાં રહેતો 23 વર્ષીય સમીર સલીમ સમા રત્નકલાકાર છે. તે મૂળ અમરેલી સાવરકુંડલાનો વતની છે. સમીરભાઈએ અમરોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સમીરના મામાનો દીકરો રઇશ મહેબૂબ રાઠોડ (ઉં.વ.17) ગઈકાલે સાંજના છ વાગ્યે મોટા વરાછા ગોપીન ગામ રોડ વેદાંત એલિગન્સની સામે કેનન કંપનીનો 1300 ડી કેમેરો લઇ ફોટા પાડતા હતા. ત્યારે એક બાઈક ઉપર આશરે 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા ધસી આવ્યા હતા. જેમાં બે વ્યક્તિએ મોં ઉપર રૂમાલ બાંધ્યો હતો. અને બાઈકચાલકનો ચહેરો ખુલ્લો હતો. બે પૈકી એક અજાણ્યાએ રઇશને ડાબા હાથ ઉપર તેમજ ડાબા પગના ઘૂંટણના ભાગે ચપ્પુ માર્યું હતું. અને સમીરના હાથમાંથી કેનન કંપનીનો 1300 ડી કેમેરો લૂંટી ભાગી ગયા હતા. સમીરે 20 હજારના કેમેરાના લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top