SURAT

સુરતમાં હીટ એન્ડ રન: ઘરે બહેન રાખડી બાંધવા રાહ જોતી હતી અને ભાઈની લાશ બ્રિજ પર ઊંધી પડી..

સુરત(Surat) : સુરતના સહરાદરવાજા રેલવે ટ્રેકની (Railway Track) ઉપર બનેલા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ (Multi Layer Fly Over Bridge) પર ગુરુવારે ગમખ્વાર ઘટના (Accident) બની હતી. અહીં કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે તેનું વાહન દોડાવી એક બાઈક ચાલક યુવકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બાઈક પરથી ઉછળીને ફંગોળાઈને બ્રિજની રેલિંગ પર ઊંધો પટકાયો હતો અને તેનું માથામાં ઇજા થઈ હતી. માથા પર જોરદાર ટક્કરના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ અજાણ્યો વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. પૂણા પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત
  • રાંદેરના સુથારવાડમાં રહેતા નિતીન પંચાલનું અકસ્માતમાં મોત
  • ડેડબોડીનો વીડિયો બનાવી લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
  • અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો
  • પૂણા પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની મળતી વિગત અનુસાર રાંદેર ગામના સુથારવાડમાં રહેતા નીતિન જયંતીકુમાર પંચાલનું (ઉં.વ. 38) ગુરુવારે અકસ્માત થયું હતું. તે હીરાના કામ સાથે સંકળાયેલા હતા. ગુરુવારે બપોરે પત્ની જાગૃતિએ ફોન કરી કહ્યું કે રક્ષાબંધન ઉજવવા બહેન ઘરે આવ્યા છે, તેથી નીતિનકુમાર પોતાની બાઈક લઈ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રીંગરોડ સહરાદરવાજા પર બનેલા મલ્ટી લેયર ફ્લાયઓવર બ્રિજ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. નીતિન પંચાલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અકસ્માત બાદ લાંબા સમય સુધી નીતિન કુમાર પંચાલની લાશ (Dead Body) બ્રિજ પર પડી રહી હતી. બ્રિજની રેલિંગ પર તેની લાશ ઊંધી પડી હતી. બ્રિજ પર લોહીની નદી વહેવા લાગી હતી. કોઈક વાહનચાલકે લાશના મોંઢા પર કપડું ઢાંક્યું હતું. ત્યાર બાદ પોલીસ આવી હતી અને ડેડબોડીને પોસ્ટ મોર્ટમ (Post Mortem) અર્થે સ્મીમેર (Smimer) હોસ્પિટલમાં (Hospital) ખસેડી હતી. દરમિયાન પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી છે કે મૃતક યુવકને દેવું વધારે હોવાથી તે ટેન્શનમાં હતો. નીતિન કુમાર પંચાલની પત્ની જાગૃતિબેને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. જોકે, હાલ તો પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના (CCTV Footege) આધારે બાઈક ચાલકને ટક્કર મારી ભાગી જનાર અજાણ્યા વાહનચાલકની તપાસ હાથ ધરી છે.

મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ પર પહેલીવાર આ પ્રકારના અકસ્માતની ઘટના બની હતી. યુવકની ડેડબોડી બ્રિજના રેલિંગ પર ઊંધી હાલતમાં લાંબા સમય સુધી પડી રહી હતી. અત્યંત વિકૃત હાલતમાં પડેલી ડેડબોડીના લોકોએ વીડિયો બનાવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. કેટલાંક લોકો ફુલસ્પીડમાં વાહનો નહીં ચલાવવા પણ વિનંતી કરતા વીડિયોમાં નજરે પડ્યા હતા.

Most Popular

To Top