Vadodara

બસ સ્ટ્રીટ લાઈટ સાથે અથડાતા થાંભલો ધરાશાયી

વડોદરા: વડોદરા શહેરના સમાં સાવલી રોડ પરથી દરરોજ લાખો વાહનની અવર જવર થતી હોય છે તેવામાં શહેરના સમા સાવલી રોડ પર સુરતના ડિંડોલીથી અંબાજી જતી ગુજરાત સરકાર સંચાલિત બસનું સ્ટિયરિંગ લૉક થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી રોડ રસ્તાના ડિવાઈડર પર આવેલ સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશયી થયો હતો. જે કે આ બનાવમાં કોઇને પણ કોઈ પણ પ્રકારની ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ બસને નુકશાન પહોંચ્યું છે. સલામત સવારીના દાવા કરતા તંત્ર માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો હોઇ તેમ શહેરમાં ચર્ચાય રહ્યું છે.

બસ ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ જતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો રોડ પર રાશયી થયો હતો. સુરત શહેરના ડિંડોલીથી અંબાજી જતી GSRTCની બસના કંડક્ટરે જણાવ્યું છે કે તેઓ ડિંડોલીથી અંબાજી બસ લઇને નિકળ્યા હતા. દરમિયાન આજે સવારે 4 વાગ્યે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી નિકળી શહેરના સમા-સાવલી રોડ પર અજીતાનગર-1 પાસે પહોંચ્યા હતા. જ્યાં અચાનક બસના ડ્રાયવર ધનજીભાઇ કિર્તિસિંગ ઠાકોરે બસને સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવતા એસ.ટી.બસનું એન્જીન બંધ થઇ ગયું હતું જેથી બસનું સ્ટિયરિંગ લૉક થઇ જતા બસ રોડની જમણી સાઇડ ખેંચાઇને ડિવાઇડર પર આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ ગઈ હતી. જેથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો રોડ પર ધરાશાયી થઇ ગયો હતો.

ગુજરાત સરકારના સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે. અકસ્માતના કારણે બસનો કાચ તૂટી ગયો હતો તેમજ આગળને ભાગે બસને ઘણું નુકશાન થવા પામ્યું હતું. જો કે સદનસિબે બસમાં સવાર કોઇપણ મુસાફરને ઇજા કે જાનહાની થઇ નથી. તેમજ ડ્રાયવરનો પણ આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ તહેવારોની સિઝન છે અને GSRTC સલામત સવારીની વાતો કરે છે ત્યારે બસનું સ્ટિયરિંગ લૉક થઇ જવા જેવી ઘટના તંત્રના સલામતીના પોકળ સાબિત થઇ રહ્યા છે.

Most Popular

To Top