SURAT

સોશિયલ મિડીયાએ ફેલાવી જાળ : જો તુ મને ફેસબુક પર અનબ્લોક નહીં કરે તો.. પરિણીતાને મળી ધમકી

સુરત: રાંદેરમાં ટીકટોક (Tik-tok) અને ફેસબુકમાં (Facebok) મિત્રતા કેળવ્યા બાદ પરિચીત યુવકે પરિણીતા સાથે અંગત ફોટો (Photo) અને વિડીયોની (Video) આપલે કરી હતી. બાદમાં પરિણીતાએ યુવક સાથે સંબંધ તોડી નાખતા યુવકે બળજબરી સંબંધ ચાલું રાખવાનું કહીને ફોટા અને વિડીયો પતિને (Husband) મોકલી આપવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. પરિણીતાએ આ અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણ પાટિયા ખાતે રહેતી પરિણીતા 30 વર્ષીય નિકીતાબેન (નામ બદલ્યું છે) એ વ્રુષાંત ઉર્ફે વાસુ સુભાષ રાંદેરીયાની સામે છેડતીની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશમાં નોંધાવી હતી. નિકીતાના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. વર્ષ 2020 મે મહિનામાં ટિક્ટોકમાં વિડીયો બનાવતી હતી. ત્યારે વ્રુષાંત ઉર્ફે વાસુ તેના સંપર્કમાં આવ્યો હતો. વ્રુષાંત તેમની પાછળની બિલ્ડીંગમાં રહેતો હોવાથી તેની માતાને નિકીતા અને તેની સાસુ ઓળખતા હતા. વ્રુષાંતે ફેસબુક પર ટીકટોક આઈડી પર રિકવેસ્ટ મોકલતા નિકીતાએ પરિચીત હોવાથી એક્સેપ્ટ કરી હતી. બાદમાં બંને વચ્ચે મેસેજમાં વાતચીત શરૂ થઈ હતી. થોડા દિવસ પછી નિકીતાના કમરમાં દુ:ખાવો હોવાથી જયઅંબે સોસાયટી પાટે ફિઝયોથેરાપીની સારવાર માટે જતી હતી. ત્યારે વ્રુષાંત તેનો પીછો કરતો હતો. નિકીતાને ઉભી રાખીને તેની સાથે લવશીપ કરવાની વાત કરતો હતો. નિકીતાએ આ માટે ના પાડી ફ્રેન્ડશીપ રાખવાનું કહેતા તે રોજ પીછો કરી પરેશાન કરતા નિકીતા અને વ્રુષાંત વચ્ચે સંબંધ બંધાયા હતા. આ દરમિયાન બંને એકબીજાને અંગત ફોટો અને વિડીયો પણ મોકલતા હતા. બે વર્ષ બાદ નિકીતાને અહેસાસ થયો કે લગ્ન બાદ સંબંધ રાખવા ઉચિત નથી. જેથી નિકીતાએ વ્રુષાંતને બ્લોક કરી દીધો હતો. વ્રુષાંત અવાર નવાર સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જો તુ મને ફેસબુક પર અનબ્લોક નહી કરે તો તારા ઘરે આવીશ અને તારા પતિને બધી વાત જણાવી દઈશ તેવી ધમકી આપતો હતો. નિકેતા શાકભાજી ખરીદી કરવા જતા તેનો પીછો કરી સંબંધો રાખવા દબાણ કરતો હતો. જો તેની સાથે સંબંધ નહીં રાખે તો તેણીના પરીવારને આવતા જતા જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. તથા તેમની વચ્ચેના અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. વીસેક દિવસ પહેલા નિકીતા દિપા કોમ્પલેક્ષની પાસે શાકભાજી લેવા માટે ગઇ ત્યારે વ્રુષાંતે મને દશ લાખ રૂપિયા આપ નહી તો વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી અંતે રાંદેર પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top