SURAT

દિવાળી અને ક્રિસમસની સિઝન પહેલાં ડીબિયર્સે રફ ડાયમંડની કિંમતમાં 5 ટકાનો વધારો કર્યો

સુરત: (Surat) દુનિયાની સૌથી મોટી રફ ડાયમંડ (Diamond) માઇનિંગ કંપની ડીબિયર્સે ગત વર્ષના તહેવારોના સમયગાળાની સરખામણીમાં દિવાળીના (Diwali) તહેવાર પહેલાં ચાલુ નાણાકીય વર્ષની આઠમી સાઇટમાં રફ હીરાના વેચાણમાં 5 %નો વધારો કર્યો છે.
જો કે, 2021માં આઠમી સાઈટમાં કંપનીના રફ હીરાનું વેચાણ 6.13% ઘટીને 490 મિલિયન થયું હતું. જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 522 મિલિયન હતું.

ડીબિયર્સના જણાવ્યા મુજબ 2020માં આઠમી સાઇટ દરમિયાન રફ હીરાનું (Rough Diamond) વેચાણ 467 મિલિયન નોંધાયું હતું, જે 2021માં દિવાળીના સમયગાળા દરમિયાન 5% વધીને 490 મિલિયન થયું હતું. રફ માઇનિંગ પર કેટલાક પ્રતિબંધોને લીધે ઉત્પાદન ઓછું રહ્યું છે અને કોરોના દોઢ વર્ષના કાળ પછી ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. તે કારણોસર રફના ભાવ વધ્યા છે.

જ્વેલર્સ દ્વારા થતી જ્વેલરીની ખરીદી માટે નિયમો ઘડવા માંગ કરવામાં આવી

સુરત: દિવાળી સહિતના તહેવારો અને લગ્નસરાંની સિઝન સમયે જૂની જ્વેલરી વેચી નવી જ્વેલરી ખરીદવામાં આવતી હોય છે. ત્યારે સરકારે જૂની જ્વેલરીના વેચાણ માટે આકરા નિયમો બનાવતા તેની આડમાં પોલીસ હવે જૂની જ્વેલરીની ખરીદી કરતાં જ્વેલર્સની (Jewelers) હેરાનગતિ કરતા હોવાની ફરિયાદો મળી છે. જ્વેલરી ચોરીની હોવાનો આરોપ મૂકી તપાસ કરવામાં આવતી હોવાના મામલે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી જૂની જ્વેલરીના વેચાણ માટે કેવાયસી અને ચેક પેમેન્ટથી વેચાણ ફરજિયાત કરવા માંગ કરી છે.

તહેવારોની સિઝનમાં સુરતના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી ઉત્પાદકો 6000 કરોડથી વધુનો વેપાર થવાની આશા છે. ઇબજાના ગુજરાત રિજયનના ચેરમેન નૈનેશ પચ્ચીગર કહે છે કે, સુરત સહિત ગુજરાતના જ્વેલર્સ પાસે ઘણી જ્વેલરીઓ ફરી વેચાણ માટે આવતી હોય છે. તેમાં કઈ ચોરીની છે અને કઈ ખરીદેલી છે તેનો ભેદ પારખવો મુશ્કેલ હોય છે. ઘણા કિસ્સામાં વગદાર જ્વેલર્સ પણ ચોરીની જ્વેલરી ખરીદવાના કિસ્સામાં ફસાઈ જતા હોય છે. આવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી હળવી કરવાની સાથે ચોરીની જ્વેલરીનું વેચાણ અટકે એ માટે ઈબજા દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જ્વેલર્સ ગ્રાહકો સાથેના વર્ષો જૂના સંબંધને લીધે વિશ્વાસ પર જ્વેલરીની ખરીદી કરતા હોય છે. રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી જ્વેલર્સ દ્વારા થતી જ્વેલરીની ખરીદી માટે નિયમો ઘડવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલરીની ખરીદી માટે કેવાયસી સહિત ચેક પેમેન્ટ સિસ્ટમને ફરજિયાત કરવા, જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવતાં મેમોમાં જ્વેલરી વેચાણ કરવા ઈચ્છતા ગ્રાહકે તમામ વિગતો રજૂ કરવાની માંગ કરાઈ છે.

Most Popular

To Top