ઓ..ભાઈ.. મારો મુજે મારો.. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ફેન નવો વીડિયો વાયરલ થયો, જુઓ..

ભારત અને પાકિસ્તાન (India-pakistan Match) વચ્ચે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપનો (World Cup) પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મહાસંગ્રામને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને દેશના ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ વધી ગયો છે. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહક અને વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન હાર્યું ત્યાર બાદ ‘ઓ.. ભાઈ.. મારો.. મુજે.. મારો..’થી વાયરલ થયેલા વીડિયો માટે જાણીતા ફેનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પોતાના વિચારો વ્યક્ત કરે છે અને સાથે સાથે ભારતીય ટીમને ચેતવણી પણ આપી રહ્યો છે. પહેલાં જુઓ તેનો જૂનો વીડિયો..

વાત એમ છે કે 2019ના વર્લ્ડકપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત સામે ખૂબ જ ખરાબ રીતે હારી ગઈ હતી. પાકિસ્તાનના હાર્યા બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં પાકિસ્તાની ફેન ધ્રુસકે ધ્રુસકે રડીને ક્રિકેટર્સ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતો દેખાય છે. આ વીડિયોમાં પાકિસ્તાની ફેને વાપરેલા શબ્દો સોશીયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ પડ્યા હતા. તે ક્રિકેટ ફેનનો ડાયલોગ મારો.. મુઝે.. મારો.. વર્લ્ડવાઈડ વાયરલ થયો હતો. આ એક વીડિયોને લીધે તે પાકિસ્તાની ક્રિકેટ ફેન ફેમસ થઈ ગયો હતો. ઘણીવાર તેને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સમર્થનમાં વીડિયો બનાવ્યા છે. જુઓ..

આ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફેનનું નામ મોમિન સાકીબ છે. તે વીડિયો વાયરલ થયા બાદથી મોમિનના સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી ફોટો વાયરલ થયા હતા. હવે મોમિન જાતે જ એક વીડિયો લઈને આવ્યો છે. 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પહેલાં મોમિને એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં તે T-20 2021 વર્લ્ડકપની ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પોતાના વિચારો રજૂ કરે છે. આ રહ્યો તે વીડિયો..

મોમિન ભારતીય ટીમને વોર્નિંગ આપે છે. મોમિને વીડિયોમાં કહ્યું કે, શું તમે તૈયાર છો? આશા-ઉત્સુકતાથી ભરેલી ઈન્ડિયા-પાકિસ્તાન મેચ જોવા માટે? તે કહે છે, જીવનમાં બે જ મેચ છે. એક ઈન્ડિયા-પાકિસ્તાન અને બીજી આમિર ખાનની લગાન વાળી મેચ. બસ આ 2 સંગ્રામ જ ફેન્સને યાદ રહે છે. ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ રમાવા જઈ રહી છે. પરંતુ ખુદા કસમ મને એમ જ લાગે છે કે 2019ની મેચ હજુ સુધી ચાલે છે. યાર.. સમય કયાં પસાર થઈ જાય એની જાણ જ નથી થતી. પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે.

હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાસંગ્રામ આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ બંને દેશના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. રવિવારની સાંજે દુબઈમાં રમાનારી આ મેચને જોવા માટે લોકોએ તૈયારીઓ કરી લીધી છે.

Related Posts