SURAT

વરાછામાં ટેમ્પો ઉપરથી નીચે પટકાયેલા 5 વર્ષના બાળકનું મોત

સુરત: (Surat) વરાછામાં ટેમ્પો ઉપર મિત્રો સાથે રમતો 5 વર્ષનો બાળક (Child) નીચે પટકાતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ સરોજ, વરાછા મિનીબજાર પાસે કોહિનૂર સોસાયટીમાં પત્ની, પુત્ર વિપુલ, તેમજ અંકુશ (5 વર્ષ) સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સંચાખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

  • વરાછામાં ટેમ્પો ઉપરથી નીચે પટકાયેલા 5 વર્ષના બાળકનું મોત
  • રમતાં રમતાં પટકાયો ને બેહોશ થઈ ગયો, હોશમાં આવી જમવા ગયો ને ઉલટીઓ થવા લાગી, ટૂંકી સારવારમાં મોત

ધર્મેન્દ્રભાઈના સંતાન પૈકી અંકુશ રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઘરની પાસે ઉભેલા થ્રી વ્હીલર ટેમ્પો ઉપર અન્ય ચારેક મિત્રો સાથે રમી રહ્યો હતો. રમતા રમતા અંકુશ અચાનક ટેમ્પો પરથી નીચે પટકાતાં બેભાન થઈ ગયો હતો. થોડા સમયમાં તે ભાનમાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તે જમવા માટે ગયો હતો ત્યારે તેને ઊલટીઓ થવા લાગી હતી. જેથી પરિવારજનો તેને ઘરની પાસેના ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંકુશનું મોત નિપજ્યું હતું.

સચિનમાં રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત
સુરત: સચિન સતવલા બ્રિજ ક્રોસ કરતા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ પાટણના વતની અને હાલ સચિન ભેરુનાથ હોટલની પાછળ ભગુજી હેમુજી ઝાલા (ઉં.વ.50) રહેતો હતો. ભગુજી છૂટક મજૂરીકામ કરતો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં ભગુજી ભાટિયાથી હજીરા તરફ જતા હાઇવે ઉપર સતવલા બ્રિજ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે ભગુજીને અડફેટે લીધો હતો. જેથી ભગુજીને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સચિન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.સી.સંગાડા કરી રહ્યા છે.

Most Popular

To Top