Dakshin Gujarat

ઓડિશાથી કારમાં ચોરખાનું બનાવી સુરત લવાતી આ વસ્તુનો જથ્થો વલસાડમાં પકડાયો

વલસાડ : વલસાડ (Valsad) SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર (Car) નં. MH-04-DJ-0899માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને સુરત (Surat) તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOGની ટીમે એસપી ડો.રાજદીપસિંહ ઝાલા અને એસઓજી પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ વલસાડ-ધરમપુર ચોકડી પાસે હાઇવે ઉપર નાકાબંધી કરી બાતમીવાળી કાર અટકાવી હતી. કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 80 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે ઓડિશાના 2 ઇસમની પોલીસે (Police) ધરપકડ કરી અગાળની તપાસ હાથ ધરી છે.

વલસાડની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર નં. MH-04-DJ-0899માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને કારનો ચાલક મુંબઇ થઈને સુરત તરફ જવાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વલસાડ SOGની ટીમે ધરમપુર ચોકડી પાસે બતમી વાળી કારની વોચ ગોઠવી હતી. કાર આવતા SOGની ટીમે હાઇવે જામ કરીને કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ 80 કિલો ગાંજાનો જથ્થો વલસાડ SOGની ટીમે ઝડપી પાડ્યો હતો. કારમાંથી 8 લાખની કિંમતનો 80 કિલો ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર 2 ઈસમ ચક્રપાની ભલ્લુ ગૌડા અને જીપ્દ્મનાભ જીરામમૂર્તિ દોરા (બંને રહે.ઓરિસ્સા)ને ઝડપી પાડ્યા હતા. વલસાડ SOGની ટીમે 80 કિલો ગાંજો અને 5 લાખની કાર મળી કુલ 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

બાજીપુરા મીંઢોળા નદીના બ્રિજ પાસેથી અઢી લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા
વ્યારા: વાલોડના બાજીપુરા ગામે મીંઢોળા નદીના બ્રિજ પાસે આવેલા પુલ ફળિયાથી પસાર થતા કહેર રોડ પરથી ગત મધ્ય રાત્રે એલસીબીએ રૂ.૨,૪૯,૬૦૦ના દારૂ ભરેલ ટ્રક કિં.રૂ. ૭,૪૯,૬૦૦ના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા હતા.
દમણથી આવતી આ દારૂની ટ્રકને પકડી પાડવા તા.૨૬/૦૮/૨૦૨૨નાં રોજ મધ્ય રાત્રિએ પોલીસે છટકું ગોઠવ્યું હતું, જેમાં ટ્રક નં.(જીજે ૧૫ વાયવાય ૬૨૯૩) દારૂ સાથે ઝડપાઈ ગઈ હતી. પકડાયેલા ટ્રકચાલકે પોતાનું નામ શૈલેષ મંગુ ગામીત (રહે.,વાંદરદેવી, તા.વ્યારા, જિ.તાપી) જણાવ્યું હતું.

દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી કહેર રોડ ઉપર હાઇવે બ્રિજ પાસે ઊભેલા વિમલ સન્મુખ ચૌધરી પાસે લઈ જવાનું કહેતાં તેને સાથે રાખી વિમલ સન્મુખ ચૌધરી (ઉં.વ.30) (રહે., બોરખડી, ભાઠી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)ને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી રૂ.૨,૪૯,૬૦૦નો દારૂ તથા ટ્રકની કિં.રૂ.૫ લાખ મળી કુલ રૂ.૭,૪૯,૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મુદ્દામાલ સાથે પકડાયેલા શૈલેષ મંગુ ગામીતને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કયા રસ્તે થઇ કોને આપવાનો હતો ? તે અંગેની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો દમણથી ચેતન શંકર પટેલ (રહે.,ભીમપોર, નાની દમણ)એ ટ્રકમાં ભરી, દારૂ ભરેલી ટ્રક દમણ કોસ્ટલ હાઇવે પર આપતાં દમણથી નીકળી, વાપી, ધરમપુર, રાનકૂવા, અનાવલ થઇ વાલોડ હાઇવે બ્રિજ પાસે ઊભેલા વિમલને સાથે લઇ તે કહે તેમ આગળ જવાની હતી.

વિમલે આ દારૂ કુખ્યાત બુટલેગર કિરણ મણીલાલ ચૌધરીએ મંગાવ્યાનું જણાવ્યું હતું. તેના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો ભરેલી ટ્રક માંડવી પુલ પર જઇ તેને ફોન કરવા જણાવ્યું હતું. પરંતુ તે પહેલાં દારૂ પકડાઇ ગયો હતો. વોન્ટેડ બુટલેગરોમાં દારૂ મોકલનાર ચેતન શંકર પટેલ (રહે.,ભીમપોર, નાની દમણ) અને દારૂ મંગાવનાર કિરણ મણીલાલ ચૌધરી (રહે.,બોરખડી, ભાઠી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top