Dakshin Gujarat

મિત્રના લગ્નમાંથી પરત ફરી રહેલા યુવકોની બાઇક ઊભેલા ટ્રેક્ટરમાં ભટકાતાં સુરતના યુવકનું મોત

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ખોજ પારડી ગામ પાસે ઊભેલા ટ્રેક્ટરમાં (Tractor) મોટરસાઇકલ ભટકાતાં પાછળ બેઠેલા સુરતના (Surat) યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 8 વાગ્યાની આસપાસ પરત કડોદ બારડોલી રોડ પર ખોજ પારડી ગામની સીમમાં રોડની સાઈડ ઊભેલા કલ્ટિવેટર જોડેલા ટ્રેક્ટરની પાછળ તેમની મોટરસાઇકલ ભટકાઈ હતી.

  • મિત્રના લગ્નમાંથી પરત ફરી રહેલા યુવકોની બાઇક ઊભેલા ટ્રેક્ટર સાથે ભટકાઈ, એકનું મોત
  • ખોજ પારડી ગામ પાસે બનેલી ઘટના, ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ ખાતે ડાયમંડ એસએમસી ક્વાટર્સ ખાતે રહેતો મયૂરસિંહ અનંતસિંહ બારોટ (ઉં.વ.25) તેના મિત્રનાં લગ્ન હોવાથી બારડોલીના જૂનવાણી ગામે જાનમાં ગયો હતો. જાન લઈને પરત ફરતી વખતે મયૂરસિંહ તેના મિત્ર અનિરુદ્ધ મહેન્દ્ર રાઠોડ (રહે., ભવાની માતા મંદિર પાસે, બારડોલી) સાથે મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ પરત કડોદ બારડોલી રોડ પર ખોજ પારડી ગામની સીમમાં રોડની સાઈડ ઊભેલા કલ્ટિવેટર જોડેલા ટ્રેક્ટરની પાછળ તેમની મોટરસાઇકલ ભટકાઈ હતી.

અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઇજા થઇ હતી, જેમાં પાછળ બેઠેલા મયૂર અનંતસિંહ દરબારનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અનિરુદ્ધ રાઠોડને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

બગુમરાની મહિલા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વરાછાના વ્યાજખોર સામે ફરિયાદ
પલસાણા: બગુમરા ગામે રહેતી એક મહિલા પાંચ વર્ષ અગાઉ સુરતના વરાછા ખાતે રહેતી હતી. ત્યારે એક ઇસમ પાસેથી ૩ ટકાના વ્યાજે નાણાં લીધાં હતાં. અને સમયસર વ્યાજ પર ભરતી હતી. ત્યારબાદ ધંધામાં ખોટ જતાં તેમજ લોકડાઉન પછી આર્થિક સંકડામણ આવતાં મહિલા વ્યાજ ના આપી શકતાં વ્યાજખોર ઇસમે પઠાણી ઉઘરાણી કરતાં તેની સામે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના બગુમરા ગામે આવેલી સાંઇદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની સુરેખાબેન અશોકભાઇ પાટીલ તેમના પતિ તથા બે સંતાન સાથે રહે છે. જેઓ સને-૨૦૧૭માં વરાછા ખાતે રહેતાં હતાં. ત્યારે તેમને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેમણે પવન નારાયણ સોની (રહે., શ્રીજીનગર સોસાયટી, વરાછા, સુરત) પાસેથી ૩ ટકાના માસિક વ્યાજે ૪.૧૦ લાખ રૂપિયા લીધા બાદ તેઓ માસિક ૧૨૩૦૦ રૂપિયા વ્યાજ ભરતા હતા. ત્યારબાદ કોરોના કાળ સમયે તેમના દીકરાનો ધંધો બંધ થઇ જતાં તેમજ આર્થિક સંકટ આવતાં છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ વ્યાજ આપી શક્યા ન હતા. ત્યારે વ્યાજખોર પવન સોનીએ બગુમરા ગામે તેમના ઘરે આવી વ્યાજનું પણ વ્યાજ ગણી રૂપિયા આપવાનું કહી અવારનવાર પાઠાણી ઉઘરાણી કરી હતી. આથી સુરેખાબેન પાટીલે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top