SURAT

સુરતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ભાભીની જાંઘ પર હાથ ફેરવ્યા બાદ નણંદ સાથે પણ કર્યું આવું

સુરત :(Surat) ઓલપાડ ખાતે રહેતી મહિલા સાસુને (Mother-in-law) સારવાર (Treatment) માટે નવી સિવિલમાં (New Civil) લઈ આવી હતી. જ્યાંથી ખાનગી એમ્બ્યુલન્સમાં (Ambulance) ઘરે જતી વખતે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે (Driver) મહિલાની જાંઘ પર હાથ ફેરવી છેડતી કરી હતી. આગળ જતાં મહિલાની નણંદની પણ છેડતી કરતાં ખટોદરા પોલીસે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. વાસનાલોલૂપ આ ડ્રાઇવરને પોલીસ લોકઅપમાં બેસવાનો વારો આવ્યો છે.

  • ઓલપાડના કદરમા ગામમાં રહેતા વૃદ્ધાની તબિયત બગડતાં નવી સિવિલ લઈ જવાયા હતા
  • વૃદ્ધાને ટીબી થઈ હોવાનું નિદાન થયા બાદ ખાનગી એમ્બ્યુલન્સમાં પરત ઘરે લઈ જવાતા હતા ત્યારે બની ઘટના
  • એમ્બ્યુલન્સના ડ્રાઈવર ભીખુ ગીરીએ બાજુમાં બેઠેલી પહેલાં વહુના જાંઘ પર અને ત્યાર બાદ નણંદની કેડ પર હાથ ફેરવ્યો

ઓલપાડના કદરમા ગામમાં રહેતી 25 વર્ષીય ગીતાબેન (નામ બદલ્યું છે)એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલક મુકેશ ભીખુ ગીરી (ઉં.વ.40) (રહે.,નક્ષત્ર ટાઉનશીપ, ખરવડા રોડ, ડિંડોલી) સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ત્રણેક દિવસ પહેલાં ગીતાનાં સાસુની તબિયત બગડતાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ગીતાની સાસુને ટીબીની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. પારિવારીક સમસ્યા હોવાથી ગીતાબેનની સાસુને દાખલ કરવાની જગ્યાએ ઘરે લઈ જવા નીકળ્યાં હતાં.

ગીતાબેનનાં પતિ, સાસુ અને બે નણંદે નવી સિવિલથી ખાનગી એમ્બ્યુલન્સ ઇકો ગાડી ભાડે કરી હતી. નવી સિવિલથી ઘર સુધી 1500 રૂપિયા નક્કી કર્યા હતા. નવી સિવિલમાંથી આ ખાનગી એમ્બ્યુલન્સ (જીજે-05-બીએક્સ-6879)માં લઈને નીકળ્યા હતા. ગીતાબેન ડ્રાઈવરની બાજુની સીટ પર અને બીજા બધા પાછળ બેઠાં હતાં. નવી સિવિલની બહાર મજૂરાગેટ પહોંચતાં ડ્રાઈવરે ગીતાબેનની જાંઘ પર હાથ ફેરવતાં તે હેબતાઈ ગઈ હતી. ગીતાબેને તેમના પતિને જાણ કરતાં ગીતાબેનને પાછળ બેસાડ્યાં હતાં. તેઓ ઘરે પહોંચવા આવતાં ડ્રાઈવરે ગીતાબેનના નણંદના કેડના ભાગે હાથ ફેરવ્યો હતો. આથી એમ્બ્યુલન્સ ચાલકને ઊભો રાખી બૂમાબૂમ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પીસીઆર વાને આવીને ડ્રાઈવરને પકડી છેડતીનો ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top